🔥 ट्रेंडिंग বাংলাদেশে 'সানি স্টুডিও নামটা' ইলেকট্র... JKSSB ने FMPHW/MMPHW परीक्षा का समय 1... 13 अक्टूबर से जम्मू-कश्मीर में बारिश औ... दिल्ली ट्रैफ़िक अलर्ट: 12 अक्टूबर को 3... खूंटी शहर में दशहरा की धूम, तैयारियां... एटा में मिशन शक्ति अभियान: महिलाओं और...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નેપાળમાં બુઢી ગંડકી નદીમાં ભયાનક ફ્લેશ ફ્લડ: 35 ઘર તણાયા, 10 લોકો ગુમ
मौसम

નેપાળમાં બુઢી ગંડકી નદીમાં ભયાનક ફ્લેશ ફ્લડ: 35 ઘર તણાયા, 10 લોકો ગુમ

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 11 अक्टू. 2026, 10:00 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નેપાળના ગોરખા જિલ્લામાં બુઢી ગંડકી નદીમાં અચાનક આવેલા ફ્લેશ ફ્લડને કારણે ભારે તબાહી મચી છે. આ ઘટનામાં 35 થી 40 મકાનો તણાઈ ગયા છે અને 10 લોકો ગુમ થયા છે.

નેપાળમાં ફરી એકવાર કુદરતી આફતે તબાહી મચાવી છે. રવિવારે વહેલી સવારે ગોરખા જિલ્લામાં બુઢી ગંડકી નદીમાં અચાનક આવેલા ભયાનક ફ્લેશ ફ્લડને કારણે હાહાકાર મચી ગયો છે.

મળતી માહિતી મુજબ, ચુમનુબ્રી ગામ નજીક ચુમચેટ વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનના કાટમાળે બુઢી ગંડકી નદીનો પ્રવાહ રોકી દીધો હતો. પાણીનું દબાણ વધતા આ કુદરતી બંધ તૂટી ગયો અને પાણી સાથે કાદવ-પથ્થરનો પ્રચંડ ધસારો નીચે વસેલા ગામો તરફ વળ્યો. NDRRMA મુજબ, સવારે 6:30 વાગ્યે નદીનું લેવલ 3.66 મીટર હતું જે માત્ર 2 કલાકમાં વધીને 8.43 મીટરે પહોંચી ગયું હતું, જ્યારે ખતરાની નિશાની 5 મીટર છે.

આ ફ્લડમાં અત્યાર સુધીમાં 35 થી 40 મકાનો સંપૂર્ણપણે તણાઈ ગયા છે. 6 પુલો - 2 મોટા અને 4 નાના લટકતા પુલ તૂટી ગયા છે, જેના કારણે અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. બુઢી ગંડકી હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો કેમ્પ પણ ધોવાઈ ગયો છે. ઓછામાં ઓછા 10 લોકો ગુમ થયાના અહેવાલ છે, જેમાં સ્થાનિક લોકો અને મજૂરો સામેલ છે. સદનસીબે, આર્મી અને ડિઝાસ્ટર ટીમે 80 થી વધુ લોકોને, જેમાં 9 વિદેશીઓ પણ છે, સલામત રીતે બચાવી લીધા છે.

ઘટના બાદ નેપાળ સરકારે નદી કાંઠે રહેતા તમામ ગામોને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો છે. લોકોને ઊંચાઈવાળા સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આના દોઢ મહિના પહેલા જ નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં 1400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે ફરી આવેલી આ આફતથી લોકોમાં ભયનો માહોલ છે.
📲Get App