🔥 TRENDING Manipur CM Envisions Yogasana as Globa... Meghalaya Launches 100‑km Cleanliness... BJP Protesters Demand FIR Against Shiv... Meghalaya Launches 100‑km Cleanliness... Nagaur Police Register Abduction Case... रांची नगर निगम 2 अक्टूबर से खोलेगा पां...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સંતરામપુરમાં 32મો ઉર્સ મુબારક ધામધૂમથી ઉજવાયો, હઝરત હાસમી મિયાંની તકરીર સાંભળવા ઉમટ્યું જનમેદની

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 02 Oct 2026, 06:45 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર...

સંતરામપુર થી એક ખૂબ જ ભાવપૂર્ણ અને રુહાની સમાચાર સામે આવ્યા છે.

સંતરામપુર ખાતે આવેલી, હઝરત સરકાર શાહ મસ્તાન બાબાની દરગાહ શરીફ પર... બત્રીસમા વાર્ષિક ઉર્સ મુબારકની... અત્યંત આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી.


આ પવિત્ર પ્રસંગે મુસ્લિમ સમાજના મહાન ધર્મગુરુ... હુજૂર-એ-ગાઝી-એ-મિલત... શહેનશાહ-એ-ખિતાબત... હઝરત અલ્લામા સૈયદ મોહમ્મદ હાસમી મિયાં અશરફી જિલાની સાહેબ... ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત... એક ભવ્ય જુલૂસથી કરવામાં આવી હતી.

આ જુલૂસ... બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે આવેલા... નાસીરભાઈ કોઠારીના નિવાસસ્થાનેથી નીકળ્યું હતું.

જેમાં સંતરામપુર ઉપરાંત... મહીસાગર, પંચમહાલ, દાહોદ અને અન્ય જિલ્લાઓમાંથી... હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.

આ પ્રસંગે ઈનાયત બાબા અને સ્થાનિક આગેવાનો દ્વારા... હઝરત હાસમી મિયાંનું ફૂલહાર પહેરાવીને... ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.


ત્યારબાદ યોજાયેલી ભવ્ય તકરીરમાં... હજારોની મેદની ઉમટી પડી હતી.

પોતાના રુહાની પ્રવચનમાં ગાઝી-એ-મિલતે... સમાજને સાચા રસ્તે ચાલવા માટે... અને દિલથી નમાજ અદા કરવા માટે પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો.

તેમની વાણી સાંભળીને... હજારો આસ્થાળુઓ ભાવવિભોર બની ગયા હતા.

ઉર્સના બીજા દિવસે... પવિત્ર સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી.

સાથોસાથ... ભવ્ય કવ્વાલી, નાતખાની અને નિયાઝ જેવા... અનેક રોશનીભર્યા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ... ધર્મગુરુ દ્વારા હાજી મદની ભૂરાના નિવાસસ્થાને... તમામ મુસ્લિમ બિરાદરોને મુલાકાત આપવામાં આવી હતી.

સમગ્ર ઉત્સવ... સૌહાર્દપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં... સંપન્ન થયો હતો.
📲Get App