🔥 TRENDING புதுச்சேரியில் கல்லூரி மாணவர்களின் கைப... ખેડબ્રહ્મામાં કોંગ્રેસ દ્વારા 'કાળો દિ... మునీరాబాద్ లో కొత్త రేషన్ కార్డు పంపిణ... शुक्रवार को पंचायत समिति के टिकट हेतु... BJP Punjab chief Kaur Singh Dhalon sla... Ludhiana street scuffle erupts after m...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બજાણા પોલીસે દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું રૂ.31.35 લાખનો મુદ્દામાલ કબજે, એક આરોપી ઝડપાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 08 Oct 2026, 09:45 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બજાણા પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વિરમગામ તરફથી સફેદ રંગનું ભારત બેન્ઝ કંપનીનું ટેન્કર વિદેશી દારૂ ભરીને છોટાઉદેપુરથી ધાંગધ્રા તરફ જઈ રહ્યું છે.
બાતમીના આધારે પોલીસે રાધે હોટલ નજીક વોચ ગોઠવી ટેન્કરને અટકાવી તપાસ હાથ ધરી હતી. ટેન્કરના પાછળના ભાગે ચડાણ કરી તપાસ કરતા અંદરથી બનાવટી વિદેશી દારૂની નાની-મોટી બોટલો તથા ચપટાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં કુલ 6,816 નંગ બોટલો, જેની અંદાજિત કિંમત રૂપિયા 16,35,800 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત આશરે રૂપિયા પંદર લાખની કિંમતનું ટેન્કર અને રૂપિયા વીસ હજારનો મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા એકત્રિસ લાખ પાત્રીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના પિલોડી જિલ્લાના રહેવાસી સુભાસભાઈ ફર્મારામ વિશ્નોઈને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે વીરમારામ ગીરારામ, રહે. બાડમેર, રાજસ્થાન સહિતના અન્ય આરોપીઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.બજાણા પોલીસે પ્રોહિબિશન ધારાની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. વાઘેલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ, તેમજ હીતેશકુમાર, વલ્લભભાઈ, રાકેશભાઈ, હરીશભાઈ અને રોનકભાઈ સહિતના પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App