Local
નંદપુર ગામનું કાલાવડ રેલવે ફાટક 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી બંધ
નંદપુર ગામમાં કાલાવડ રેલવે ફાટક 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી બંધ રહેશે, મુસાફરોને વિકલ્પ માર્ગો અપનાવવાની સલાહ આપવામાં આવી છે.
જામનગર જિલ્લાના નંદપુર ગામનું કાલાવડ ફાટક (રેલવે ક્રોસિંગ નં. ૧૬૬) રાજકોટ-કાનાલુસ રેલવે સેક્શનમાં ડબલિંગ કામગીરી અને જામવંથલી યાર્ડના રિમોડેલિંગને કારણે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના સવારે ૮થી ૨ નવેમ્બરના સવારે ૮ વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને અવરજવર માટે નંદપુર ગામના અંડરપાસ (રેલવે ક્રોસિંગ નં. ૧૬૪)નો ઉપયોગ કરવા રેલવે તંત્રે અપીલ કરી છે.