🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મંગરોળમાં વૃદ્ધની 3.06 લાખની સાઈબર ઠગાઈ: 5 આરોપીઓ સામે ગુનો નોંધાયો

✍️ Reporter: Sudip Gadhiya 🗓 21 Sep 2026, 11:46 AM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મંગરોળ બંદર રોડ પર 56 વર્ષીય મુકેશભાઈ તુલસીદાસ સીંધવાએ બેંક ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતાઓમાંથી 3.06 લાખની સાઈબર ઠગાઈનો ભોગ બન્યો, 5 આરોપીઓ સામે ગુનો નોંધાયો.

મંગરોળ બંદર રોડ, અશ્વિની ફેક્ટરી પાસે, 56 વર્ષીય મુકેશભાઈ તુલસીદાસ સીંધવાએ બે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી તેમની જાણ વગર ઓનલાઈન નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. બેંક ઓફ ઈન્ડિયા (મંગરોળ બ્રાન્ચ)માંથી ₹1,45,451/- અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (મંગરોળ બ્રાન્ચ)માંથી ₹1,60,653/- ની કુલ રકમ ₹3,06,104/- ની સાઈબર ઠગાઈ તરીકે નોંધાઈ છે.

આરોપીઓમાં Anshif Sha, Shahzad Son Of Mohd Yakub, Raju Suhula, Mr. Hasan Salim Attar અને Kulendra Yadav સામેલ છે, જેમણે ગુગલ-પે અને ફોન-પે મારફતે ઠગાઈ કરી. તપાસમાં અન્ય અજાણ્યા સાઈબર ભળતી વ્યક્તિઓ પણ ખુલ્યાં.

મંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સાઈબર ક્રાઈમ વિભાગ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

સાવચેતીનો સંદેશ: ઓનલાઈન નાણાકીય વ્યવહારો કરતી વખતે બેંક વિગતો, OTP કે UPI PIN ક્યારેય અજાણ્યા વ્યક્તિઓ સાથે શેર ન કરવી. સાઈબર ક્રાઈમનો ભોગ બનતા હોય તો તુરંત 1930 પર કોલ કરી ફરિયાદ નોંધાવવી.
📲Get App