🔥 TRENDING தமிழ்நாட்டில் இன்று 5 மாவட்டங்களில் கன... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24... श्री राम यात्रा कंपनी गिरधरपुरा कोटा द... મેગા સ્વછતા અભિયાન નબીપુર નજીક હાઇવે પર ગાડીમાં સૂતેલા ડ્... ଏକ ହଜାର ବେଡ୍ ବିଶିଷ୍ଟ ସୁପର ସ୍ପେଶାଲିଟି ହ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાલિકા ખજોદ ડિસ્પોઝલ સાઇટને કાયમી બંધ કરવા તૈયાર, આરડીએફ પ્રોજેક્ટથી 3-4 લાખ મેટ્રિક ટન ફ્યુઅલ બનશે
Local

પાલિકા ખજોદ ડિસ્પોઝલ સાઇટને કાયમી બંધ કરવા તૈયાર, આરડીએફ પ્રોજેક્ટથી 3-4 લાખ મેટ્રિક ટન ફ્યુઅલ બનશે

✍️ Reporter: Dhaval Maheta 🗓 14 Sep 2026, 01:00 PM 👁 35
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાલિકાએ ખજોદમાં 10-12 લાખ ટન કચરાને સુરક્ષિત રીતે નિકાલ કરવા આરડીએફ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં 3-4 લાખ મેટ્રિક ટન ફ્યુઅલ બનશે.

પાલિકાએ ખજોદ ડિસ્પોઝલ સાઇટને કાયમી ધોરણે તાળાં મારવા તંત્રે કમર કસી છે. ખજોદમાં હાલ 10થી 12 લાખ ટન કચરાના ડુંગરો ખડકાયેલા છે, જેના સુરક્ષિત અને કાયમી નિકાલ માટે પાલિકાએ એક મહત્વકાંક્ષી યોજના તૈયાર કરી છે.

પાલિકાના પ્લાન મુજબ, ખજોદમાં જમા થયેલા 12 લાખ મેટ્રિક ટન કચરામાંથી અંદાજે 3થી 4 લાખ મેટ્રિક ટન આરડીએફ (રિફ્યુઝ ડિરાઈવ્ડ ફ્યુઅલ) બની શકે તેમ છે.

આ પ્રોજેક્ટની સૌથી મહત્વની બાબત એ છે કે દેશની ટોચની સિમેન્ટ કંપનીઓ પોતે જ આ કચરામાંથી આરડીએફ બનાવશે અને તેનો ઉપયોગ પોતાના પ્લાન્ટમાં બળતણ તરીકે કરશે. આ માટે પાલિકા અને સિમેન્ટ ઉત્પાદક કંપનીઓ વચ્ચે વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચી છે.

હાલમાં દેશની એક અગ્રણી સિમેન્ટ કંપની દર મહિને 50 હજાર મેટ્રિક ટન કચરો મેળવી તેમાંથી આરડીએફ બનાવી સૌરાષ્ટ્ર સ્થિત પોતાના પ્લાન્ટમાં વાપરવા સંમત થઈ છે. આ ઉપરાંત અન્ય એક અગ્રણી સિમેન્ટ કંપની સાથે પણ કરાર અંગે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ અંગે વિધિવત MoU (સમજૂતી કરાર) સાઇન કરવામાં આવશે.

આ પહેલથી ખજોદમાં રહેલા કચરાનો સુરક્ષિત નિકાલ અને ઉર્જા ઉત્પાદન બંને હાંસલ થશે, જે પર્યાવરણ અને ઉદ્યોગ માટે લાભદાયક સાબિત થશે.
📲Get App