🔥 ट्रेंडिंग अर्जुन मुंडा की माताजी सायरा मुंडा के... हरियाणा के स्थान होमबायरों के लिए अगला... अलवर सब्जी मंडी में प्याज बिन ने वाली... छत्तीसगढ़ ने गुरु नानक जयंती पर 24 नवं... अमंदिप के शतक ने चत्तीसगढ़ को गोवा पर... छत्तीसगढ़ में तापमान में 4°C की गिरावट...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ઇલોલમાં ઓવરલોડ ડમ્પરોનો આતંક: 3 વર્ષથી તંત્રની નિષ્ક્રિયતા, ધૂળ અને જોખમથી રહેવાસીઓ ત્રસ્ત..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 24 नव. 2026, 06:21 PM 👁 27
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇલોલ ગામમાં મહેરપુરા રોડ પર સતત ઓવરલોડ વાહનોની અવરજવરથી ધૂળ, રેતી અને ખાડા ઊભા થઈ રહ્યા છે, જે રહેવાસીઓની આરોગ્ય અને સુરક્ષાને જોખમમાં મૂકે છે, છતાં તંત્ર ત્રણ વર્ષથી રજૂઆતોનો જવાબ નથી આપ્યું..

સાબરકાંઠાના-:
ઇલોલ ગામમાં મહેરપુરા રોડ પર સતત ઓવરલોડ વાહનોની અવરજવરથી રસ્તા પર ધૂળની ડમરીઓ ઊડે છે, ઘરોમાં રેતી અને માટીના થર જમા થાય છે અને બાળકોના જીવ જોખમમાં છે. રહેવાસીઓએ છેલ્લા ત્રણ વર્ષથી પંચાયત,માર્ગ-મકાન વિભાગ અને આરોગ્ય વિભાગમાં રજૂઆતો કરી છે, પરંતુ કાયમી ઉકેલ મળ્યો નથી.વાહનચાલકો દ્વારા થોડા સમય માટે રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે,પરંતુ આ કામચલાઉ વ્યવસ્થા સમસ્યાનો ઉકેલ લાવી શકતી નથી. રસ્તા પર મોટા ખાડા પડી જાય છે,જે વાહનચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલી વધારે છે..

પાણી છંટકાવ કર્યા પછી પણ જૂની પરિસ્થિતિ ફરીથી સર્જાય છે,જે સ્થાનિકોનો આક્ષેપ છે.નિયમોનું ઉલ્લંઘન પણ ગંભીર છે. ઓવરલોડ વાહનોમાં તાડપત્રીથી માલ ઢાંકવાની ગાઈડલાઇનનું પાલન થતું નથી, કેટલાક ટ્રેક્ટરોમાં નંબર પ્લેટ પણ નથી. વધુમાં, નાના બાળકો ટ્રેક્ટર ચલાવતા હોય છે, જે રસ્તા ઓળંગતાં બાળકો અને રાહદારીઓની સુરક્ષા માટે મોટો સવાલ ઊભો કરે છે.રહેવાસીઓ માંગે છે કે ઓવરલોડ વાહનો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવે, કડક કાર્યવાહી કરવામાં આવે, નિયમોનું પાલન કરાવવામાં આવે અને રસ્તાની કાયમી મરામત કરવામાં આવે. પ્રશ્ન એ છે કે તંત્ર આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે પછી રહેવાસીઓને ફરી માત્ર આશ્વાસન જ મળશે.
📲Get App