अपराध
વંથલી પોલીસે પોક્સો કેસના 3 વર્ષથી નાસતા આરોપી મેહુલભાઈ સેલોતને ઝડપી પાડ્યો
વંથલી પોલીસે બાતમીના આધારે લીમખેડા પોક્સો કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી મેહુલભાઈ ભીખાભાઈ સેલોતને ઝડપી પાડ્યો છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જુનાગઢ: વંથલી પોલીસ સ્ટેશન દ્વારા પોક્સો કેસના છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી મેહુલભાઈ ભીખાભાઈ સેલોત, જે મૂળ રણધીકપુર સેલોત ફળીયું, તા. લીમખેડા, જિ. દાહોદનો રહેવાસી છે અને હાલ બોખરડા ગામમાં રહેતો હતો, તેને વંથલી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.
આરોપી મેહુલભાઈ સેલોત સામે એડી. સેશન્સ કોર્ટ લીમખેડામાં સ્પેશિયલ પોક્સો કેસ નં. ૦૨/૨૦૨૨ હેઠળ પકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી તે પોલીસની પકડથી દૂર હતો.
વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એન.તલાવીયા અને તેમની ટીમે બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે વંથલી ખાતે આરોપીને શોધી કાઢ્યો હતો. પોલીસે આરોપી મેહુલભાઈ સેલોત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.