🔥 ट्रेंडिंग बिहार में एमएलसी चुनाव से पहले एनडीए म... बिहार बनाम उत्तर प्रदेश: जगरनजोश द्वार... बिहार के गाँव से बर्कले: वसिष्ठ नारायण... महाराष्ट्र के सूखे को समझना: आंकड़े क्... फद्नाविस ने बमक का 'पार्टिसिपेट मुम्बई... महाराष्ट्र FDA आयुक्त ने IAS टुक़रम मु...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતના કતારગામમાં એક જ જૂથના બે પક્ષો વચ્ચે જાહેરમાં ખુલ્લી મારામારી, 3 શખ્સોની અટકાયત

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 06 अक्टू. 2026, 04:52 PM 👁 22
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના કતારગામ વિસ્તારમાં એક જ જૂથ સાથે સંકળાયેલા બે પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષો દ્વારા લાકડા અને પથ્થરો વડે સામસામે હુમલો કરવામાં આવતાં પોલીસે 3 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં એક જ જૂથ સાથે સંકળાયેલા બે પક્ષો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. વડલા પાર્કિંગ પાસે કોઈ સામાન્ય મુદ્દે થયેલો વિવાદ જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ ગયો હતો. ઉશ્કેરાયેલા બંને પક્ષના લોકોએ હાથમાં લાકડાના ફટકા અને રસ્તા પરથી પથ્થરો ઉઠાવી એકબીજા પર તૂટી પડ્યા હતા.

આ જાહેરમાં થયેલી ખુલ્લી મારામારી અને પથ્થરમારાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. આસપાસના સ્થાનિકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો, જેના કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરવા લાગ્યા હતા. આ હિંસક ઘટનાનો લાઈવ વીડિયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

ઘટનાની ગંભીરતા જોતાં દોડી આવેલી કતારગામ પોલીસે તુરંત પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે ઘટનામાં સામેલ 3 શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આ મારામારી પાછળનું કારણ અને વધુ વિગતોની તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App