🔥 TRENDING તલોદ સિવિલ હોસ્પિટલમાં મફત નેત્ર નિદાન... મધ્યપ્રદેશની કુખ્યાત ‘ચડ્ડીધારી’ ગેંગ... આદિવાસી વ્યક્તિ દ્વારા જંગલ અને પર્યાવ... જુનાગઢ: યુવતીનો મોબાઈલ હેક કરી ઓનલાઈન... સાવલી-રસૂલપુર રોડ પર കേരള സാഹിത്യ അക്കാദമിയുടെ പുതിയ ഭാരവാഹ...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભચાઉ તાલુકાના નારણસરીમાં ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પર દરોડા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભચાઉ તાલુકાના નારણસરીમાં ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પર દરોડા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Naresh katua 🗓 01 Oct 2026, 08:56 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભચાઉ તાલુકાના નારણસરીમાં ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પર દરોડા, 3 કરોડનો મુદ્દામાલ જપ્ત પરવાનગી વિના ચાલતા ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પર વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત દરોડો પાડ્યો.કચ્છ કલેક્ટરની સૂચના બાદ મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉની ટીમે નારણસરી ગામે આકસ્મિક તપાસ કરી. તપાસ દરમિયાન પ્લાન્ટ ગેરકાયદે ચાલતો હોવાનું ખુલ્યું.તંત્રએ સ્થળ પરથી હિટાચી, ડમ્પર, ટ્રક અને કોંક્રિટ મિક્સર સહિત અંદાજે રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. ગેરકાયદે ખનન અને રેતી ધોવાના કામ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પર્યાવરણને નુકસાન કરતા એકમો સામે વધુ કડક પગલાં લેવાની તંત્રની ચેતવણી.
📲Get App