🔥 ट्रेंडिंग विरेंद्र शेखर की मज़ेदार प्रतिक्रिया:... मुस्लिम पुरुष के उत्पीड़न का नकली वीडि... गुप्त स्थल वायरल, पर्यटकों की भीड़ ने... सियोल ने यूक्रेन पर उत्तर कोरियाई युद्... द ट्रिब्यून ने 'jijithomson' खोज रिकॉर... द ट्रिब्यून ने डॉ. शाइनी देवासी की प्र...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરત: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટ પરથી લાખોની ચોરી, પોલીસે 3 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપ્યા

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 26 सित. 2026, 08:38 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી લાખો રૂપિયાના કિંમતી સામાનની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે 3 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

દેશના મહત્ત્વાકાંક્ષી 'બુલેટ ટ્રેન પ્રોજેક્ટ'ની કામગીરી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ સરકારી પ્રોજેક્ટની સાઇટ પરથી લાખો રૂપિયાના કિંમતી સામાનની ચોરીની ઘટના સામે આવી હતી. સુરત શહેરની સચીન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને 3 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

પોલીસ સૂત્રો મુજબ, બુલેટ ટ્રેનની ઇલેક્ટ્રિસિટી લાઇન ઉભી કરવા સાઇટ ઉપર મુકવામાં આવેલા ગેલ્વેનાઇઝ સ્ટીલ, કિંમતી કોપર વાયર અને કેન્ટીલીવર મળીને કુલ ₹ 7,80,781ની મત્તાનો સામાન ચોરાયો હતો. રાત્રિના અંધારાનો લાભ લઈ તસ્કરો આ ભારેખમ સામાન ચોરી ગયા હતા. સચીન પોલીસ સ્ટેશનમાં આ અંગે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ- 303(2), 324(3), 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવા સચીન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, સચીન પારડી વિસ્તારના અંબિકાનગરમાં ભંગારનો વેપાર કરતા કેટલાક શખ્સો પાસે બુલેટ ટ્રેનનો શંકાસ્પદ સામાન છુપાવેલો છે. પોલીસે અંબિકાનગર ખાતે છાપો મારીને તપાસ કરતા ત્યાંથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો.
📲Get App