🔥 TRENDING खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... Taylor Swift Wins Top Honors at VMAs 2... Actor Adam Brody Calls for ‘Free Pales... Taylor Swift Wins Video of the Year at... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં પુણા પોલીસ દ્વારા સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 મહિલાઓની કરાઈ મુક્તિ

✍️ Reporter: Dhaval Maheta 🗓 23 Sep 2026, 06:55 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પુણા વિસ્તારમાં પોલીસે એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે દરોડા પાડી 3 મજબૂર મહિલાઓને મુક્ત કરવામાં આવી છે.

સુરત શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે. આ પ્રયાસોના ભાગરૂપે, પુણા વિસ્તારમાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નજીકના ઔદ્યોગિક વિસ્તાર અને નાના-મોટા કારખાનાઓની આડમાં, એક શાંત રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ધમધમી રહ્યો હતો. પુણા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, માતૃશક્તિ સોસાયટીના વિભાગ-સીમાં આવેલા મકાન નંબર સી/187 માં અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરોડા દરમિયાન, પોલીસે દેહવ્યાપારના આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો અને ત્રણ મજબૂર મહિલાઓને મુક્ત કરાવી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ ગોરખધંધાનો મુખ્ય સંચાલક બિપીન ઉર્ફે રાજુ પીઠાભાઇ નકુમ (ઉંમર 38, મૂળ ભાવનગરનો રહેવાસી) છે.

બિપીને માતૃશક્તિ સોસાયટીમાં આ મકાન છેલ્લા 6 મહિનાથી ભાડે રાખ્યું હતું. પોતાના આર્થિક ફાયદા માટે, તે બહારથી ત્રણ મહિલાઓને અહીં લાવીને તેમની પાસે દેહવ્યાપાર કરાવતો હતો. ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલીને બિપીન પોતાનું કમિશન મેળવતો હતો. આસપાસ રહેતા પરિવારોને શંકા ન જાય તે રીતે આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.
📲Get App