🔥 TRENDING UP Minister's 'SP, Congress ki Lanka j... Lakshya’s unbeaten double century puts... First two semi-final spots decided in... Yahoo Sports Questions India's ODI Cou... *जिला न्यायाधीश द्वारा स्थानीय प्रशासन... Ajay Devgn shares throwback photo to c...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલાને ધારાસભ્યશ્રીની ભેટ 3 નવી એસ.ટી. બસોનું લોકાર્પણ

રાજુલાને ધારાસભ્યશ્રીની ભેટ 3 નવી એસ.ટી. બસોનું લોકાર્પણ

✍️ Reporter: Anil Vaghela 🗓 20 Sep 2026, 07:52 AM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલાને ધારાસભ્યશ્રીની ભેટ: 3 નવી એસ.ટી. બસોનું લોકાર્પણ

રાજુલા, તા. 19/09/2026

રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની જનતાની લાંબા સમયની માંગણીને ધ્યાને લઈને રાજુલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને ગુજરાત નિયંત્રણ બજાર સંઘના ચેરમેન શ્રી જીગ્નેશભાઈ પટેલની સતત અને સફળ રજૂઆતોને પગલે રાજુલા ડેપોને 3 નવીન એસ.ટી. બસો ફાળવવામાં આવી છે.

આજરોજ રાજુલા ડેપો ખાતે આ ત્રણેય નવીન બસોનું શુભ લોકાર્પણ કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ નવી સુવિધાથી રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસાફરો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને દૈનિક અપ ડાઉન કરતા નોકરિયાત વર્ગને વધુ સુવિધાસભર અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે.

રાજુલા ડેપો ખાતે યોજાયેલ આ ગૌરવવંતા કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ આગેવાન શ્રી રવુભાઈ ખુમાણ, રાજુલા ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી બકુલભાઈ વોરા, અમરેલી જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ શ્રી જયરાજભાઈ ધાખડા, રાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી ભૌતિકભાઈ કિંકાણી, રાજુલા શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી જયદીપભાઈ કોટીલા, ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ શ્રી ભાવેશભાઈ ગુજરીયા, રાજુલા ડેપો મેનેજરશ્રી, ડેપો પરિવાર તથા વર્કશોપ સ્ટાફ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ અગ્રણીઓએ વિસ્તારના વિકાસ અને લોકસુવિધામાં સતત વધારો કરવા બદલ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી અને ચેરમેનશ્રી જીગ્નેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની અથાગ મહેનતને બિરદાવી હતી.

નોંધનીય છે કે, આ નવી બસો ગ્રામ્ય વિસ્તારોમાં ફાળવવામાં આવશે તેવી જાહેરાત થઈ છે, ત્યારે એસ.ટી. વિહોણા ગામો જેવા કે રાજુલા થી એભલવડ, નાઈટ, જી-કાદરી, ઉસૈયા, વડ ભેરાઈ સહિતના અનેક ગામોને આનો વાસ્તવિક લાભ મળશે કે કેમ? તેવો વ્યાજબી પ્રશ્ન વિસ્તારના સરપંચો અને મુસાફર જનતા દ્વારા પૂછવામાં આવી રહ્યો છે. ખુદ ડેપો મેનેજર અને વિભાગે નિયામક પણ જાણે છે કે આ વિસ્તારમાં 25 જેટલા ગામડા એસટી વિહોણા છે તો શું આ ત્રણ બસો ગ્રામ્ય વિસ્તારમાં ફાળો છે રાજુલા ડેપોમાં માત્ર બે જ લોકલ બસ છે તો તમે જ કહો કેટલા ગામડામાં જાતી હશે
📲Get App