🔥 TRENDING Gujarati Love Guru Family Receives Ove... अयोध्या में पिछले 48 घंटों से लगातार ह... Karnataka CM and DCM Condemn Oppositio... Karnataka Minister Highlights Tighteni... Central Team to Visit Drought-Stricken... Five Weather Systems to Keep Uttar Pra...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના રાંદેર વિસ્તારમાં 3 દિવસ પહેલા બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક બેફામ સ્વિફ્ટ કાર ચાલકે એક યુવકને અ
Crime

સુરતના રાંદેર વિસ્તારમાં 3 દિવસ પહેલા બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક બેફામ સ્વિફ્ટ કાર ચાલકે એક યુવકને અ

✍️ Reporter: Dhaval Maheta 🗓 17 Sep 2026, 06:15 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણેશ આગમન જોતા યુવકને કાળમુખી કારે ઉડાવ્યો પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ, આ હચમચાવી દેનારી ઘટના 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 થી 11:30 વાગ્યાની આસપાસ બની હતી. અમરોલી વિસ્તારમાં

સુરતના રાંદેર વિસ્તારમાં 3 દિવસ પહેલા બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક બેફામ સ્વિફ્ટ કાર ચાલકે એક યુવકને અડફેટે લીધો હતો, જેમાં યુવકનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યો બાદ કારચાલક યુવકને તરફડતો મૂકીને ભાગવા લાગ્યો હતો, તે દરમિયાન બે બાઈક સવારોએ તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બાઈક ચાલકો સતત તેને રોકવાની બૂમો પાડી રહ્યા છે, છતાં તે જરા પણ કાર ધીમી પાડતો નથી અને બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યો છે. અકસ્માત બાદ ફરાર થતા કારચાલકનો આ લાઈવ વીડિયો હવે સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

ગણેશ આગમન જોતા યુવકને કાળમુખી કારે ઉડાવ્યો પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ, આ હચમચાવી દેનારી ઘટના 13 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 થી 11:30 વાગ્યાની આસપાસ બની હતી. અમરોલી વિસ્તારમાં રહેતો 20 વર્ષીય શકીલ શબ્બીર શેખ તેના ભાઈ સાથે રાંદેરના બેજનવાલા કોમ્પ્લેક્ષ સામે BRTS રૂટ પર ઊભો રહીને ગણેશ આગમન જોઈ રહ્યો હતો. આ જ સમયે તાડવાડી તરફથી એક સફેદ કલરની સ્વિફ્ટ કાર (GJ-16-FA-5777) પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી હતી. ડ્રાઇવિંગ પર કાબુ ન હોવાથી આ બેફામ કારે સીધી જ શકીલને જોરદાર ટક્કર મારી હતી.
📲Get App