🔥 TRENDING Haryana Slaps Crores in Pollution Fine... Haryana Power Engineers Voice Concern... Pakistan Reaches Semifinals After Play... Haryana CM Nayab Singh Saini Honors St... Mobile Message Sparks Student Anger, D... Ujjain Muslims Protest Road Widening T...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત: રાંદેરમાં કૃષ્ણા રો-હાઉસમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, 3 મહિલાઓ સહિત 14 જુગારીઓ ઝડપાયા

✍️ Reporter: Dhaval Maheta 🗓 22 Sep 2026, 09:24 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર જકાતનાકા નજીક પોલીસે જુગારધામ પર દરોડો પાડીને 3 મહિલાઓ સહિત 14 લોકોને રંગેહાથ ઝડપી લીધા છે અને રૂ. 1.84 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસે એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પાલનપુર જકાતનાકા નજીક આવેલા કૃષ્ણા રો-હાઉસમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા 3 મહિલાઓ સહિત કુલ 14 જુગારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાંદેર પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, કૃષ્ણા રો-હાઉસના મકાન નંબર-20માં કેટલાક શખ્સો ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસની રેડથી જુગારીઓમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો. જોકે, પોલીસે મકાનને ઘેરી લઈને ત્યાં જુગાર રમી રહેલા તમામ 14 આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં ઘરકામ કરતી મહિલાઓ તેમજ ડ્રાઇવિંગ, મજૂરી અને પ્લમ્બિંગ જેવા વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિકોનો સમાવેશ થાય છે.

પોલીસને ઘટનાસ્થળેથી અંગ ઝડતીમાંથી રોકડા રૂ. 58,050 તેમજ દાવ પરથી રોકડા રૂ. 4,850 મળી કુલ રૂ. 62,900 ની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત ગંજીપાનાની 3 કેટ, આશરે રૂ. 1,22,000ની કિંમતના 8 મોબાઈલ ફોન તથા વેરાબિલની એક નકલ સહિત કુલ રૂ. 1,84,900 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સમગ્ર મામલે રાંદેર પોલીસે તમામ 14 આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
📲Get App