🔥 TRENDING அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શીર્ષક:  રાજુલામાં સમસ્ત બાબરીયાવાડ ગુર્જર પ્રજાપતિ સમાજનો 29મો પારિતોષિક વિતરણ અને વાલી સંમેલન ભવ્ય રીતે યોજાયો

શીર્ષક: રાજુલામાં સમસ્ત બાબરીયાવાડ ગુર્જર પ્રજાપતિ સમાજનો 29મો પારિતોષિક વિતરણ અને વાલી સંમેલન ભવ્ય રીતે યોજાયો

✍️ Reporter: Anil Vaghela 🗓 03 Aug 2026, 08:24 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા:
સમસ્ત બાબરીયાવાડ ગુર્જર પ્રજાપતિ સમાજ અને શ્રી ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ, રાજુલાના સંયુક્ત ઉપક્રમે રાજુલા સ્થિત માધવ ફાર્મ ખાતે સમાજનો 29મો પારિતોષિક વિતરણ સમારોહ તથા વાલી સંમેલન ભવ્યાતિભવ્ય રીતે યોજાયો હતો. ડો. મેહુલભાઈ ટાંકના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, આમંત્રિત મહાનુભાવો, દાતાશ્રીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત 1,000થી વધુ સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત સમાજની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. નાની બાળાઓએ કંકુ-કુમકુમ તિલક કરી તથા પુષ્પગુચ્છ અર્પણ કરીને મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમમાં પ્રમુખશ્રી પરેશભાઈ પરમારે શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે માધવ ફાર્મ ખાતે ઘનશ્યામભાઈ પરમારે સમગ્ર કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.

પ્રસંગ દરમિયાન ચિત્ર, સુલેખન અને વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ધોરણ 1થી 12 તેમજ વિવિધ ડિગ્રી કોર્સમાં અભ્યાસ કરતા આશરે 350 જેટલા વિદ્યાર્થીઓને શીલ્ડ અને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાગત ગીત અને રાસમાં ભાગ લેનાર બાળાઓને પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુખ્ય દાતાશ્રીઓનું ગણપતિ બાપા તથા રાધા-કૃષ્ણની પ્રતિમા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ચૌહાણ મંડપ દ્વારા ઘનશ્યામભાઈ પરમાર અને સમગ્ર પરમાર પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમમાં શિવ સાઉન્ડ દ્વારા ઉત્તમ સાઉન્ડ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમનું અસરકારક સંચાલન અમિતભાઈ ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળના તમામ સભ્યો તથા સમાજના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે કેળવણી મંડળના મંત્રી મહેશભાઈ વાઘેલાએ આભારવિધિ વ્યક્ત કરી હતી. ત્યારબાદ ભોજન સમારંભ સાથે કાર્યક્રમનું સફળ સમાપન થયું હતું.
📲Get App