🔥 TRENDING सपोटरा मे ं पंचायत चुनाव से पहले 410 प... 30 लाख के टेंडर, फिर भी शहर में बंदरों... कांग्रेस कार्यकर्ताओं ने नेहरू जयंती प... करौली की 5 पंचायत समितियो ं में 70.21%... India's New Investment Promotion Panel... 1930
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લીલીયા તાલુકાના સલડી ગામે રૂ 2.86 કરોડ નાં જળ સંચયની ભેટ

✍️ Reporter: Khokhar Samirbhai Rahimbhai 🗓 15 Nov 2026, 02:17 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજય મંત્રી કૌશીકભાઇ વેકરીયા,સાંસદ ભરતભાઈ સુતરીયા,અને ધારાસભ્ય મહેશભાઇ કસવાલા ની ઉપસ્થિતિ માં ખાત મુહૂર્ત

અમરેલી.....

સલડી ગામને રૂ. 2.86 કરોડના જળસંચયની ભેટ, તળાવના નવનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત

રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે નાની સિંચાઈ યોજના અંતર્ગત રૂ. 2.86 કરોડના ખર્ચે તળાવના નવનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ વિકાસકાર્ય પૂર્ણ થતાં તળાવની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે, વરસાદી પાણીનો સંગ્રહ થશે તેમજ ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થવાની આશા છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતામાં લાભ મળશે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવાડિયા, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પાનસુરીયા, જિલ્લા પંચાયત સદસ્ય જિગ્નેશભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ધાનાણી, તાલુકા પંચાયત સદસ્ય પ્રજ્ઞેશભાઈ રામાણી, તાલુકા યુવા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ દેસાઈ, સરપંચ રમેશભાઈ મકવાણા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર – સમીર ખોખર
વીજપડી, અમરેલી...
📲Get App