🔥 TRENDING અંકલેશ્વરમાં વીજ સંકટ: DGVCL દ્વારા ઔદ... जीडीएमएल पटवारी पीजी गर्ल्स कॉलेज में... बांसडीह में महिला से दिनदहाड़े लाखों क... मुख्यमंत्री डॉ. मोहन यादव ने आज मुरैना... ખેડબ્રહ્મા પોલીસે "તેરા તુજકો અર્પણ" ક... CJP Supporters Rally at Mumbai’s Azad...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યના 28 જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા 101 કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું

✍️ Reporter: Atul Thakor 🗓 16 Oct 2026, 03:20 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાજ્યના 28 જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા 101 કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું; આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદના ચાણક્યપુરી બ્રિજના અન્નપૂર્ણા કેન્દ્ર ખાતે શ્રમિકોને ભોજન પીરસીને સેવાદાનમાં સહભાગી થવાની સાથે તેમની સાથે સહજ સંવાદ પણ કર્યો...

રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં કુલ 394 કેન્દ્રો પરથી શ્રમિકોને મળશે પૌષ્ટિક ભોજનનો લાભ; વિવિધ જિલ્લાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરાયું...

વ્યક્તિ દીઠ માત્ર રૂપિયા 5ના નજીવા દરે ભોજન ઉપલબ્ધ કરાવતી શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં દરરોજ અંદાજે 45 હજાર શ્રમિકોને મળશે ભોજન; આ યોજનાથી શ્રમિકોને સરળતાથી પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ થવાની સાથે તેમના દૈનિક ભોજનના ખર્ચમાં પણ રાહત મળે છે...
📲Get App