🔥 TRENDING Old Ammunition Unearthed During JCB Ex... Seven Kuki Civilians Laid to Rest in M... Manipur CM Urges Modernising Indigenou... Manipur CM Calls for Preservation and... Meghalaya Tourism Dept to Inspect Shil... BJP ने ज्योति चौहान पर आरोप: अभिषेक चौ...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

27 નવેમ્બર આંતરાષ્ટ્રીય બાળ લગ્ન વિરોધી દિવસની ઉજવણી-

✍️ Reporter: Pandor Sanjay 🗓 27 Nov 2026, 09:27 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ અને ગાયત્રી સેવા સંસ્થા અરવલ્લીના ઉપક્રમે મેઘરજની શ્રી પી.સી.એન. હાઈસ્કુલ ખાતે જાગૃતિ કાર્યક્રમ ઉજવાયો.

ભારત સરકારના મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા"100 દિવસીય બાળ લગ્ન મુકત ભારત જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે અરવલ્લી જિલ્લામાં મેઘરજની પી.સી.એન હાઈસ્કુલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિધાર્થીની ઓને બાળ લગ્ન ના કુરિવાજ અંગે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ વિવિધ વિભાગોના અધિકારીઓ અને સંસ્થાના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. સૌએ બાળ લગ્ન મુકત ભારત અભિયાનમાં સક્રિય યોગદાન આપવા શપથ ગ્રહણ કર્યા હતા. નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા દરવર્ષે 27 નવેમ્બરને " બાળ પહેલા અને બળ જબરીથી થતા લગ્ન સામેના આંતરાષ્ટ્રીય દિવસ" તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અભિયાન અન્વયે અરવલ્લી જીલ્લામાં બાળ લગ્નને રોકવા અંગે જાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં જિલ્લા લેબર ઓફિસરશ્રી, તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સભ્યશ્રીઓ, અરવલ્લી. AHTU ટીમ અરવલ્લી, જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રતિનિધિ, પી.સી.સેન. હાઈસ્કુલ મેઘરજના પ્રિસિપલશ્રી, ગાયત્રી સેવા સંસ્થાન અરવલ્લી ટીમ, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અરવલ્લીના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિધાર્થીની ઓ કાર્યક્રમ હાજરી આપી અને સૌએ બાળ લગ્ન ને નાબૂદ કરવા માટે સહયોગી પ્રયાસ કરી સમૂહ માં શપથ ગ્રહણ કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.
📲Get App