🔥 ट्रेंडिंग मुम्बई में रिकॉर्ड तोड़ गर्मी, मध्य प्... सुप्रीम कोर्ट ने धानलक्ष्मी मर्चेंडाइज... જામનગરની જી.જી. હોસ્પિટલમાં બારી પર ચડ... અમરેલીમાં કિશોરીનું અપહરણ: અજાણ્યા ઈસમ... बिहार सरकार ने पंचायतों को सुदृढ़ करने... मिशन शक्ति अभियान: कक्षा 7 की छात्रा प...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરતા વડોદરાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામના ખેડૂત ગિરીશભાઈ; પાંચ એકરમાં 27થી વધુ પ્રકારના શાકભાજી-ફળોની ખેતી કરીને બન્યા પ્રેરણાસ્ત્રોત...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 15 अक्टू. 2026, 09:09 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરતા વડોદરાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામના ખેડૂત ગિરીશભાઈ; પાંચ એકરમાં 27થી વધુ પ્રકારના શાકભાજી-ફળોની ખેતી કરીને બન્યા પ્રેરણાસ્ત્રોત...

તેઓને ATMA અંતર્ગત વર્ષ 2025માં તાલુકા અને 2026માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ ખેડૂત તરીકે એવોર્ડથી બિરદાવવામાં આવ્યા; તેમની જમીનમાં રીંગણ, ભીંડા, કારેલાં, પરવળ, ચોળી, મેથી, પાલક સહિતની શાકભાજીનું વાવેતર તેમજ જામફળ, ચીકુ જેવાં ફળોનું ઉત્પાદન પણ કરવામાં આવે છે...

ખેડૂત ગિરીશભાઈ પ્રાકૃતિક ખેતીને માત્ર પાક ઉગાડવાની પદ્ધતિ તરીકે નહીં, પરંતુ જમીનની ગુણવત્તા જાળવવા અને ખેતીને વધુ ટકાઉ બનાવવાના અભિગમ તરીકે જુએ છે; અત્યાર સુધીમાં તેઓ છ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કરી ચૂક્યા છે...

આ સફરમાં ATMA અને સરકારની કૃષિલક્ષી યોજનાઓના સહયોગથી તેમને પ્રોત્સાહન મળ્યું છે...
📲Get App