राजनीति
હિંમતનગરમાં 26 ઓક્ટોબરે 'લોકતંત્ર બચાવો' અભિયાન હેઠળ ભવ્ય પદયાત્રા યોજાશે..
ભાજપ સાબરકાંઠા દ્વારા હિંમતનગરમાં યોજાયેલી બેઠકમાં 26 ઓક્ટોબરે યોજાવાની હોય તેવી પદયાત્રા અને 'લોકતંત્ર બચાવો - ભીડતંત્ર હટાવો' અભિયાનના કાર્યક્રમોની તૈયારીઓ ચકાસવામાં આવી છે..
સાબરકાંઠામાં-:
હિંમતનગર ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લા દ્વારા હિંમતનગર શહેરમાં 'લોકતંત્ર બચાવો - ભીડતંત્ર હટાવો' અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને જિલ્લા સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓ અને આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી..
બેઠકમાં ઉત્તર ઝોનના ઇન્ચાર્જ વિજયભાઈ પંડ્યાએ હિંમતનગરમાં યોજાનારી જિલ્લા કક્ષાની પદયાત્રા, રાષ્ટ્ર ચિંતન સંવાદ, લોકતંત્ર વિરુદ્ધ ભીડતંત્ર યુવા સંવાદ અને આવનાર પ્રેસ કોન્ફરન્સ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રદેશ સ્તરે નક્કી કરવામાં આવેલા કાર્યક્રમોને સફળ બનાવવા માટે જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાએ દેશમાં કોંગ્રેસ દ્વારા યુવાનોને ગુમરાહ કરીને લોકશાહીને નુકસાન પહોંચાડવાના પ્રયાસો વિશે પણ વિસ્તારથી માહિતી આપી હતી..
આ બેઠકમાં ધારાસભ્ય રમણલાલ વોરાએ પણ પદયાત્રા અને આગામી કાર્યક્રમો વિશે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા. હિંમતનગરમાં 26 ઓક્ટોબરે યોજાવાની હોય તેવી પદયાત્રાને સફળ બનાવવા માટે જિલ્લાના તમામ હોદ્દેદારોએ સહયોગ કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા,ધારાસભ્ય રમણલાલ વોરા, વી. ડી. ઝાલા, ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ, બીપિનભાઈ ઓઝા અને ગણપતસિંહ ઝાલા સહિત ઘણા અગ્રણીઓ અને જિલ્લામાંથી ચૂંટાયેલા પદાધિકારીઓ હાજર રહ્યા હતા.