Crime
સુરત ગ્રામ્યમાં ગણેશ વિસર્જન માટે 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે 2500થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સુરત ગ્રામ્ય પોલીસ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સંપૂર્ણ રીતે સજ્જ હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી, શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય તે સુનિશ્ચિત કરવા માટે 2500થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ વિશાળ બંદોબસ્તમાં 1 SP, 1 એડિશનલ SP, 4 DySP, 23 PI અને 33 PSI કક્ષાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) અને SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ)ની ટીમો પણ સુરક્ષા વ્યવસ્થામાં સક્રિયપણે જોડાઈ હતી.
પોલીસ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જાહેર જનતાની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી હતી.