🔥 ट्रेंडिंग सुप्रीम कोर्ट में कान्हा @ कान्हैया सि... अमृतसर में नाकाबंदी के दौरान युवक को द... जगरांव के व्यक्ति पर स्पेन वीजा ठगी मे... मस्कट में पंजाबी युवक को फांसी की सजा;... एसजीपीसी सदस्य मिट्ठू सिंह काहनेके को... स्मिता थाकरे ने गया, बिहार में बालासाह...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરત મહાનગર પાલિકાના સિક્યુરિટી ઓફિસર 25 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 30 सित. 2026, 09:04 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગર પાલિકામાં ફરજ દરમિયાન રજા આપવા અને મેમો નહીં આપવા બદલ 25 હજારની લાંચ માંગનાર સિક્યુરિટી ઓફિસર શૈલેષ પારેખને એસીબી દ્વારા લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

સુરત મહાનગર પાલિકામાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાંચ લેતા એક સરકારી બાબુને ઝડપી પાડ્યો છે. સુરત મહાનગર પાલિકાના સિક્યુરિટી ઓફિસર શૈલેષ પારેખને 25 હજાર રૂપિયાની લાંચ લેતા ACB એ દબોચી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીને ફરજ દરમિયાન રજા આપવા અને તેમના પર કોઈ મેમો (નોટિસ) નહીં આપવા બદલ સિક્યુરિટી ઓફિસર શૈલેષ પારેખ દ્વારા 25 હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ અંગે ફરિયાદી દ્વારા ACB માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ACB એ ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ACB ની ટીમે લાંચની રકમ સ્વીકારતી વખતે સિક્યુરિટી ઓફિસર શૈલેષ પારેખને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ ઘટના બાદ મહાનગર પાલિકામાં ફરી એકવાર ભ્રષ્ટાચારની ચર્ચા તેજ બની છે.
📲Get App