🔥 ट्रेंडिंग અમદાવાદ: થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે... અમદાવાદ: થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે... କାମାକ୍ଷାନଗର ଓଭରବ୍ରିଜ ଉପରେ ଟ୍ରକ ଦୁର୍ଘଟଣ... 🚨 सड़क नहीं होने से मरीज को झोली में... सीबीआई ने महादेव बेटिंग ऐप केस में नया... स्लैपगेट मामले में दिल्ली मंत्री के खि...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સરકારી નોકરીના બહાને 25 લાખની ઠગાઈની  છેતરપિંડી: કૌભાંડી મેહુલ શાહ પોલીસ કસ્ટડીમાં વોશરૂમ જવાનું કહી ફિનાઈલ પીધું

સરકારી નોકરીના બહાને 25 લાખની ઠગાઈની છેતરપિંડી: કૌભાંડી મેહુલ શાહ પોલીસ કસ્ટડીમાં વોશરૂમ જવાનું કહી ફિનાઈલ પીધું

✍️ रिपोर्टर: Bambhaniya Ravibhai Sanjaybhai 🗓 21 अग. 2026, 05:20 PM 👁 38
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગરમાં સરકારી નોકરી અપાવવાના બહાને 25 લાખની ઠગાઈ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.ગુરૂવારે રિમાન્ડ પૂરા થયે કોર્ટમાં રજૂ કરવા લઇ જવાઇ રહ્યો હતો. ત્યારે આરોપીએ વોશરૂમ જવાનું બહાનું કાઢી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વોશરૂમમાં ફિનાઇલ ગટગટાવી આપધાતનો પ્રયાસ કર્યો હતો.ત્યારે હાલ આરોપીની તબિયત સ્થિર હોવાનુ બહાર આવ્યું છે.

નકલી આઈઆઈએસ તરીકેની ઓળખ આપનાર આરોપી મેહુલ શાહ અને તેના સાગરિતોએ ગુનાહિત કાવતરું રચી નજીકના સગાં મહિદીપસિંહ જાડેજાને પોતાની ઓળખ મહેસૂલ વિભાગના ડાયરેક્ટર તરીકે આપી હતી. તેમણે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા, ગાંધીનગર સચિવાલય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ લખાણ વાળું નકલી આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું.

નોકરીની લાલચ આપી ફરિયાદીના ત્રણ સંતાનો, એક ભત્રીજો અને એક ભાણીને સરકારી નોકરી અપાવવાના બહાને વિશ્વાસમાં લઈ, ફરિયાદી પાસેથી કુલ રૂ. 25,00,000 પચાવી પાડ્યા હતા. નોકરી નહીં અપાવીને તેમજ રૂપિયા પરત નહીં આપીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હતી.

7 મહિના બાદ છેતરપીડી અને વિશ્વાસઘાત મામલે નાસતા ફરતા આરોપી મેહુલ શાહને રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગીરવા ખાતેથી ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્રનગર લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુરુવારે બે દિવસના રિમાન્ડ પૂરા થતા હોવાથી કોર્ટમાં રજૂ કરવા લઈ જવાના હતા.ત્યારે આરોપીએ વોશરૂમ જવાનું બહાનું કાઢ્યું હતું. જ્યાં તેમણે ફિનાઈલ પી લીધું હતું. આથી તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી હાલ તેમની તબીયત સ્થિર હોવાનું બહાર આવ્યું છે.

ઈનસાઈટ વધુ 15 બેરોજગાર યુવાનો ભોગ બન્યા, છેતરપિંડીનો આંકડો ₹1 કરોડને પાર જવાની શક્યતા નોકરી અપાવવાના બહાને ઠગાઈ આચરવાના કેસમાં ઝડપાયેલા આરોપી મેહુલ શાહની રિમાન્ડ દરમિયાન ચાલી રહેલી કડક પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મેહુલ શાહે માત્ર ગણ્યાગાંઠ્યા નહીં, પરંતુ અન્ય 15થી વધુ બેરોજગાર યુવાનોને પણ પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા.

વધુ 15 બેરોજગાર યુવાનો ભોગ બન્યા હોવાનો ખુલાસો

નોકરી અપાવવાના બહાને ઠગાઈ આચરવાના કેસમાં ઝડપાયેલા આરોપી મેહુલ શાહની રિમાન્ડ દરમિયાન ચાલી રહેલી કડક પૂછપરછમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મેહુલ શાહે માત્ર ગણ્યાગાંઠ્યા નહીં, પરંતુ અન્ય 15થી વધુ બેરોજગાર યુવાનોને પણ પોતાની જાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા હતા.
📲Get App