🔥 ट्रेंडिंग बुबली ने अभिनय से अस्थायी ब्रेक लेने क... मध्यप्रदेश में 37.7 इंच बारिश, मानसून... सोन डिस्टिलरीज के शेयर उछले, MP उच्च न... उज्जैन की ऐतिहासिक मस्जिद पर हो रही है... अनुराग कश्यप ने कोलकाता फिल्म संस्थान... बिहार DElEd 2026 उत्तर कुंजी ऑनलाइन जा...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ સામે કાર્યવાહી: 25માંથી 23 મેડિકલ સ્ટોરમાં નિયમભંગ
स्वास्थ्य

પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ સામે કાર્યવાહી: 25માંથી 23 મેડિકલ સ્ટોરમાં નિયમભંગ

✍️ रिपोर्टर: Semil Lakhani 🗓 12 अग. 2026, 12:28 PM 👁 54
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડૉક્ટરની ચિઠ્ઠી વગર દવા વેચાતી હોવાની તપાસમાં ચોંકાવનારી સ્થિતિ; માત્ર 4 સ્ટોરમાં નિયમોનું આંશિક પાલન

ખાંસી અને શરદીની સિઝન વચ્ચે પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપના વેચાણ અંગે ડ્રગ કંટ્રોલ વિભાગે તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ 25 મેડિકલ સ્ટોરની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન 23 સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું, જ્યારે માત્ર 4 સ્ટોરમાં નિયમોનું આંશિક પાલન જોવા મળ્યું હતું. નિયમોના ભંગ બદલ સંબંધિત દુકાનદારો સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ તપાસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મેડિકલ સ્ટોરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ ખાસ કરીને કફ સિરપ સહિતની એવી દવાઓના વેચાણની ચકાસણી કરી હતી, જેના માટે ડૉક્ટરની સલાહ અને પ્રિસ્ક્રિપ્શન જરૂરી હોય છે.

ડ્રગ કંટ્રોલ વિભાગના અધિકારીઓ દ્વારા આગામી દિવસોમાં ફરી ચેકિંગ હાથ ધરવામાં આવશે. અગાઉ તપાસમાં નિયમોનું પાલન ન કરનારા સ્ટોર પર ખાસ નજર રાખવામાં આવશે અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નિષ્ણાતોના મતે, દરેક પ્રકારની કફ સિરપ પોતાની રીતે લેવી યોગ્ય નથી. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અન્ય દવાઓ લેતા દર્દીઓએ ડૉક્ટરની સલાહ વગર કોઈપણ દવા લેવાનું ટાળવું જોઈએ. ખોટી દવા અથવા ખોટી માત્રા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે.
📲Get App