🔥 ट्रेंडिंग बैंकों की 3 दिवसीय हड़ताल टली: 5-दिवसी... પીરછલ્લા બાળ ગણેશ મહોત્સવ परीनीति चोपड़ा ने OTT व टीवी कलाकारों... थाई धावक बूनसन ने दोहरी जीत हासिल की,... मोहम्मद कैफ़ ने कहा, युवाओं को विराट क... इंडिया बन गया विश्व समाचार का केंद्र,...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત શહેરમાં 25 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન માટે ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા
स्थानीय

સુરત શહેરમાં 25 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન માટે ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 20 सित. 2026, 08:18 PM 👁 44
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા 25 સપ્ટેમ્બરના ગણેશ વિસર્જન માટે 25 મુખ્ય માર્ગો પર વાહન પ્રતિબંધ અને ભારે વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધનો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.

સુરત શહેરમાં 25 સપ્ટેમ્બરે યોજાનાર ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને કાયદો-વ્યવસ્થા અને સુચારુ ટ્રાફિક સંચાલન માટે સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વિસર્જનના દિવસે સવારે 6 વજતથી સમગ્ર વિસર્જન પ્રક્રિયા સંપન્ન ન થાય ત્યાં સુધી શહેરના મુખ્ય 25 જેટલા માર્ગો સામાન્ય વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે અને વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.

કુદરતી ઓવારા પર વિસર્જનની વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત ડીસીપી શેફાલી બરવાલે જણાવ્યું હતું કે, સુરતમાં ગણેશ વિસર્જન માટે ત્રણ કુદરતી ઓવારા એવા હજીરા, મગદલ્લા અને ડુમસ ખાતે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હજીરા ખાતે 12 ક્રેન અને 12 ફોર્કલિફ્ટ, મગદલ્લા ખાતે 4 ક્રેન તથા ડુમસ ખાતે 2 ક્રેન અને ફોર્કલિફ્ટ તૈનાત રહેશે.

વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે 25મી તારીખની સવારથી લઈને 26મી તારીખે વિસર્જન બંદોબસ્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી ડીસીપી, એસીપી સહિતનો મહત્તમ પોલીસ સ્ટાફ સતત ફરજ પર હાજર રહેશે.
📲Get App