🔥 TRENDING Union Minister Bhagirath Choudhary Ope... Navy Chief Urges Skyroot to Build Defe... મહીપત સિંહ ના પુત્ર પર 9 વ્યક્તિઓ દ્વા... Murli Manohar Joshi Criticises Loud Mu... Bill Gates Foundation Commits $1bn for... Health Authorities Make Acidity Medici...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગરમાં 25 વર્ષીય જનસેવા પૂર્ણતા પર સેવા સંકલ્પ અભિયાનની બેઠક..
Politics

સુરેન્દ્રનગરમાં 25 વર્ષીય જનસેવા પૂર્ણતા પર સેવા સંકલ્પ અભિયાનની બેઠક..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Sep 2026, 11:44 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવા 25 વર્ષ પૂર્ણતા અવસરે, બીજપી દ્વારા રાષ્ટ્રવ્યાપી સેવા સંકલ્પ અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને જિલ્લા અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ..

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બેઠક યોજાઈ.બેઠકનું અધ્યક્ષપદ પ્રદેશ BJP મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણજી અને જિલ્લા અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયાએ સંભાળ્યું. બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા BJP સંગઠનના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા..

બેઠક દરમિયાન મહામંત્રીએ અભિયાન સંબંધિત માર્ગદર્શન આપ્યું, જેમાં જનસેવાના મૂલ્યોને મજબૂત બનાવવા અને સ્થાનિક સ્તરે સેવા પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા પર ભાર મૂક્યો.આ બેઠક દ્વારા સ્થાનિક સ્તરે સેવા સંકલ્પને પ્રોત્સાહિત કરવા અને પ્રધાનમંત્રીની જનસેવા યાત્રાને ઉજવવા માટે સહયોગી પ્રયાસોનું નિર્માણ કરવામાં આવ્યું.
📲Get App