🔥 ट्रेंडिंग खानपुर पुलिस ने देशी कट्टा और कारतूस क... स्वदेशी वस्तुओं के उपयोग से आत्मनिर्भर... टेलर स्विफ्ट ने VMAs 2026 में शीर्ष पु... अडम ब्रॉडी ने ‘फ्री पॅलेस्टाईन’ का समर... टेलर स्विफ्ट ने MTV VMAs 2026 में वीडि... वेस्टइंडीज के खिलाफ शतक जड़ने वाले दो...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં લીંબુના ભાવ ડબલ 240 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા
स्वास्थ्य

અમદાવાદમાં લીંબુના ભાવ ડબલ 240 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા

✍️ रिपोर्टर: Shah Parth Govindbhai 🗓 10 सित. 2026, 08:36 AM 👁 54
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં લીંબુનું ભાવ ₹10-55/કિલો થી ₹80-160/કિલો થી વધી ગયું છે. સરવજનિક બજારમાં તે ₹120/કિલો થી ₹240/કિલો પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં પખવાડિયા પહેલાં છૂટક બજારમાં લીંબુનું ભાવ ₹120/કિલો હતો, જે હાલ ₹240/કિલો પર પહોંચ્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગત 22 ઓગસ્ટે લીંબુનો જથ્થાબંધ ભાવ ₹10થી 55 પ્રતિ કિલો હતો, જે આજે વધીને ₹80થી 160 સુધી પહોંચ્યો છે.

વેપારીઓના મુજબ અમદાવાદમાં લીંબુ આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારત, મહેસાણા, ભાવનગર, પાલિતાણા વગેરે વિસ્તારથી આવતું હતું, પરંતુ હાલે માત્ર રાજસ્થાનથી લીંબુ આવી રહ્યો છે અને બધા અન્ય સ્થળોએથી આવક બંધ છે.

સતત ગરમી ના કારણે લીંબુ પીળા પડીને ઝાડ પરથી ખરી ગયા છે, જેથી ઉપજ ઘટી છે. વરસાદ ખેંચાતા ઉનાળા જેવા વાતાવરણ ના કારણે લીંબુનો વપરાશ અને માંગ વધી છે. નવરાત્રિ પહેલા ભાવ ઘટવાની કોઇ શક્યતા નથી.
📲Get App