🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં સીટીલિંક બસ ઓપરેટરો સામે 24 કરોડની પેનલ્ટી, JBM ને 21.50 કરોડનો દંડ
Local

સુરતમાં સીટીલિંક બસ ઓપરેટરો સામે 24 કરોડની પેનલ્ટી, JBM ને 21.50 કરોડનો દંડ

✍️ Reporter: Dhaval Maheta 🗓 11 Sep 2026, 10:50 AM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા ચલાવાતી સીટીલિંક સેવા માટે ખાનગી ઓપરેટરો JBM અને Olectra સામે કરાર ઉલ્લંઘન માટે કુલ 24 કરોડની પેનલ્ટી લગાવી, જેથી મુસાફરોને નિયમિત અને સુરક્ષિત બસ સેવા મળવાની આશા છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત ‘સીટીલિંક’ની જાહેર પરિવહન સેવા વર્ષોથી ખાનગી કોન્ટ્રાક્ટરોના ભરોસે ચાલી રહી છે, પરંતુ મુસાફરોની સેવામાં સતત દાખવવામાં આવતી બેદરકારી સામે તંત્રએ આકરી લાલ આંખ કરી છે. શહેરમાં દોડતી સિટી બસ અને BRTSમાં બ્રેકડાઉન, ઈલેક્ટ્રિક બસની બેટરી ઉતરી જવી, સમયપત્રક ખોરવાઈ જવું કે ટ્રિપો રદ થવી સામાન્ય બાબત બની ગઈ હતી. રોજિંદી હાલાકી ભોગવતા નાગરિકોના હિતમાં સીટીલિંકનો હવાલો સંભાળતા મનપાના ડેપ્યુટી કમિશનર અને IAS અધિકારી સ્મીત લોઢાએ કડક વલણ અપનાવતા ઓપરેટર એજન્સીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

‘JBM’ એજન્સીને 21.50 કરોડનો દંડ ફટકારાયો કરારની શરતોના ખુલ્લેઆમ ઉલ્લંઘન સામે હાથ ધરાયેલી આકરી ચકાસણી બાદ તંત્ર દ્વારા ઓપરેટરો સામે અધધ ₹24 કરોડની પેનલ્ટીની નોટિસ ફટકારવામાં આવી છે. આ દંડાત્મક કાર્યવાહીમાં સૌથી મોટો આર્થિક ફટકો ‘JBM’ એજન્સીને પડ્યો છે, જેની સામે નિયમો અને શરતોના ભંગ બદલ એકલા ₹21.50 કરોડનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત અન્ય ઓપરેટર ‘ઓલેક્ટ્રા’ (Olectra) સામે પણ બસ સંચાલનમાં વિવિધ ગંભીર ક્ષતિઓ દાખવવા બદલ ₹1.90 કરોડની પેનલ્ટી વસૂલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ખાનગી એજન્સીઓ માત્ર કાગળ પર નોટિસો સુધી મર્યાદિત હતી શહેરમાં હાલ અંદાજે 600 બસ દોડે છે અને દૈનિક લગભગ 2.50 લાખથી વધુ નાગરિક જાહેર પરિવહન સેવાનો લાભ લે છે. આટલી વિશાળ વ્યવસ્થા છતાં જ્યારે અચાનક બસ ખોટકાઈ જાય, બેટરીની સમસ્યાથી બસ અધવચ્ચે ઊભી રહી જાય કે આખી ટ્રિપ જ કેન્સલ કરી દેવાય, ત્યારે મુસાફરો કલાકો સુધી રસ્તા પર અટવાઈ પડે છે. અગાઉ નાગરિકોની અસંખ્ય ફરિયાદો છતાં ખાનગી એજન્સીઓ સામે માત્ર કાગળ પર નોટિસો સુધી મર્યાદિત કાર્યવાહી થતી હતી, જેના લીધે એજન્સીઓની મનમાની યથાવત્ રહી હતી. જો કે, ઈતિહાસમાં પહેલી વાર તંત્ર દ્વારા આટલી જંગી રકમનો આર્થિક પ્રહાર કરવામાં આવ્યો છે.

મુસાફરોને બિનજરૂરી રઝળપાટમાંથી મુક્તિ મળશે ડેપ્યુટી કમિશનર સ્મીત લોઢાએ કરારની શરતોને માત્ર કાગળ સુધી સીમિત રાખવાને બદલે વાસ્તવિક ગ્રાઉન્ડ રિયાલિટી અને કામગીરીની ક્ષમતા સાથે સાંકળીને કડક ઓડિટ હાથ ધર્યું છે.

પ્રારંભિક તપાસમાં જ એજન્સીઓની બેદરકારીની પોલ ખૂલી જતાં હવે અન્ય સંબંધિત કોન્ટ્રાક્ટરો પણ સાવચેત થઈ ગયા છે.

મનપાના આ કડક પગલાથી જાહેર પરિવહન સેવા નિયમિત થશે, ટેક્નિકલ ખામીઓ ઘટશે અને રોજિંદા લાખો મુસાફરોને બિનજરૂરી રઝળપાટમાંથી મુક્તિ મળશે તેવી આશા બંધાઈ છે.
📲Get App