🔥 TRENDING चलते ऑटो से कूदी छात्रा, विरोध पर चालक... அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

24 વર્ષ જૂના હત્યા કેસનો આરોપી સુરત ક્રાઇમબ્રાંચે અમરેલીમાંથી ઝડપ્યો

✍️ Reporter: Dhaval Maheta 🗓 25 Sep 2026, 12:20 AM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના GIDC વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2002માં થયેલા પત્નીની હત્યાના ગુનામાં 24 વર્ષથી નાસતા ફરતા આરોપી શેખર યાદવને સુરત ક્રાઇમબ્રાંચે અમરેલી જિલ્લાના રાજુલા ખાતેથી ઝડપી પાડ્યો છે.

અમદાવાદ શહેરના GIDC વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2002માં આચરવામાં આવેલા એક ગોઝારા અને ચકચારી ખુનના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી શેખર ઉર્ફે ચંદ્રશેખર સમીભાઇ ઉર્ફે સર્બી યાદવ (ઉ.વ. 58, મૂળ રહે. વોર્ડ નંબર 9, આમતર, પટના, બિહાર) ને સુરત શહેર ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે અમરેલી જિલ્લાના રાજુલા ખાતેથી ઝડપી પાડી 24 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીનો ગૂઢ ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીએ પોતાની પત્ની પ્રતિભાની ઘાતકી હત્યા કરી તેની લાશને ઘરમાં રાખેલા પીપડામાં પૂરીને ફરાર થઈ ગયો હતો, જેણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચાવી હતી.

ઘટનાની વિગત મુજબ, તા. 14/11/2002ના રોજ આરોપી શેખર યાદવ રાત્રે નોકરી પરથી ઘરે પરત ફર્યો ત્યારે તેની પત્ની પ્રતિભા ઘરે હાજર ન હતી અને જમવાનું પણ બનાવ્યું ન હતું. અડધો કલાક પછી પત્ની ઘેર આવી ત્યારે તેણીને અગાઉના પતિ સંજય પાટીલ સાથે છૂટાછેડા થયેલા હોવા છતાં તેની સાથેના અનૈતિક સંબંધો ચાલુ રાખવા બાબતે શેખર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આવેશમાં આવેલા ક્રોધિત શેખર યાદવે ગુસ્સામાં આવીને પત્ની પ્રતિભાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પુરાવા નાશ કરવાના ઈરાદે લાશને ઘરમાં પડેલા લોખંડ કે પ્લાસ્ટિકના પીપડામાં સંતાડી દીધી હતી. આ ઘટના બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ છેલ્લા 24 વર્ષથી ચાલી રહી હતી.
📲Get App