🔥 TRENDING Two suspects arrested in murder of Hin... 3-year-old child killed as driver fall... Seer’s Car Collides with Divider in Un... மாவட்ட கபடி போட்டி. Uttar Pradesh allocates Rs 21 crore to... Authorities urge safety and hygiene im...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો 22/09/2026

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 22 Sep 2026, 03:24 PM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
22/09/2026

પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર અને પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન આજ રોજ સાંતલપુર ખાતે કરવામાં આવ્યું હતું.
સાંતલપુર તાલુકા વહીવટી તંત્ર, જિલ્લો - પાટણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના સ્ટોલ ઉભા કરીને લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ કરવામાં આવ્યું હતું. જેમાં આવકના દાખલા, જાતિના દાખલા, રાશનકાર્ડ, આધારકાર્ડ સુધારા, જન્મ-મરણના પ્રમાણપત્ર સહિતની કામગીરી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ લાભ લીધો હતો અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા સાંતલપુર મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને તમામ વિભાગના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
📲Get App