🔥 TRENDING बलिया में MLC चुनाव: समाजवादी पार्टी क... AAP's Aman Arora Warns Congress of Wel... Punjab Urges Effective Rehab and Local... Assam State Lottery Announces March 3... Tata Tea's 1868 Brand Launch Invites I... Assam Vigilance Cell Officer Found Dea...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ગુજરાત સરકારે મહેસૂલ વિભાગના 22 અધિકારીઓની બદલી, વિવિધ જિલ્લાઓમાં NDEO તરીકે ફરજ સોંપી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 Oct 2026, 11:50 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1ના 22 અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ બદલી હેઠળ અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1ના 22 અધિકારીઓની જાહેર હિતમાં બદલી અને નવી જગ્યાએ નિમણૂક કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ બદલી હેઠળ વિવિધ જિલ્લાઓમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આદેશ મુજબ અધિકારીઓએ તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ફરજ સંભાળવાની રહેશે.

અમરેલીથી વલસાડ સુધીના જિલ્લાઓનાં અધિકારીઓની ફેરબદલ મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં અમરેલી, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, તાપી, વડોદરા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં અધિકારીઓની નવી નિમણૂક કરવામાં આવી છે.

કેટલાક અધિકારીઓને સ્ટેમ્પ ડ્યૂટી વેલ્યુએશન, જમીન સંપાદન, જિલ્લા વિકાસ અધિકારી કચેરી અને અન્ય વિભાગોમાંથી ચૂંટણી સંબંધિત કામગીરીમાં મૂકવામાં આવ્યા છે. આ નિર્ણયથી વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી પ્રક્રિયાને વેગ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
📲Get App