🔥 TRENDING Rajasthan High Court Bars ST Women Fro... गगहा में रविकेश हत्याकांड Dulquer Salmaan's 'Aakasamlo Oka Tara'... Sameera Reddy says South Indian cinema... સોરઠની સમૃદ્ધ સંસ્કૃતિ, અતૂટ શ્રદ્ધા અ... સોરઠની સમૃદ્ધ સંસ્કૃતિ, અતૂટ શ્રદ્ધા અ...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Astrology

22 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 22 Nov 2026, 08:04 AM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મેષ : આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન- મુલાકાત થવાથી આનંદ રહે. ખર્ચ જણાય.

વૃષભ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ- ઉદ્વેગ અનુભવો.

મિથુન : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય આપના કામની કદર પ્રશંસા થવાથી આનંદ રહે.

કર્ક : આપના કાર્યની સાથે ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. ખાણીપીણીના ધંધામાં ધ્યાન રાખવું.

સિંહ : જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગની મુલાકાતથી આનંદ અનુભવો. યાત્રા- પ્રવાસનું આયોજન થાય. ભાઈભાંડુનો સહકાર મળી રહે.

કન્યા : આપે સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. શરદી, સળેખમ- ખાંસીની તકલીફ જણાય, કૌટુંબિક પ્રશ્ને ચિંતા - ઉચાટ રહે.

તુલા : સંસ્થાકીય કામ અંગે, જાહેર ક્ષેત્રના કામ અંગે આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે

વૃશ્ચિક : આપના કામમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય સાસરી પક્ષ-મોસાળપક્ષના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે.

ધન : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે- ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા ઓછી થાય.

મકર : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઘર- પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહી. તબિયતની કાળજી રાખવી પડે.

કુંભ : અડોશ પડોશના કામમાં, ભાઈભાંડુના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. મિલન- મુલાકાત થઈ શકે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મીન : આપના કામની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવતા રાહત જણાય. ધંધામાં લાભ થાય.
📲Get App