🔥 TRENDING NDRF Rescues Girl from 80‑ft Borewell... LPU Postpones Mid‑Term Exams, Suspends... Netanyahu Visits Abu Dhabi, Meets UAE... 23-Year-Old Missing After Saving Three... CCB raids four locations in Kallakuric... Opposition Calls for Impeachment of El...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sarkari Yojana

સરકાર તમારા દ્વારે - રાણીજીની પાદેડીમાં સેવાસેતુ 2.1 સફળતાપૂર્વક સંપન્ન

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 24 Sep 2026, 10:44 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર,

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી એક પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે.

સંતરામપુર તાલુકાના રાણીજીની પાદેડી ગામે ‘સેવાસેતુ કાર્યક્રમ 2.1’નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના "સરકાર તમારી દ્વારે... સમસ્યાનું સમાધાન એક જ સ્થળે..." ના સંકલ્પને સાકાર કરવા માટે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આ શિબિરનું આયોજન રાણીજીની પાદેડી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

આ સેવાસેતુ શિબિરમાં રાણીજીની પાદેડી ઉપરાંત ક્લસ્ટરના ગોઠીબડા, વાવીયામુવાડા, કાશીયા, મોટીખરસોલી, મહેતાના વાંટા આશીવાડા, ઝાબ, લાલકપુર અને એન્દ્રા જેવા ગામોના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

શિબિર દરમિયાન ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર જ ઝડપી અને પારદર્શક નિકાલ કરવામાં આવ્યો હતો.

જેમાં આવક અને જાતિના દાખલા, નવા આધારકાર્ડ, રેશનકાર્ડમાં નામ દાખલ કરવા, કમી કરવા અને સુધારા કરવા, મા-અમૃતમ અને મા-વાત્સલ્ય કાર્ડ, નવી વારસાઈ નોંધણી જેવી મહત્વની કામગીરી કરવામાં આવી હતી.

આ સાથે જ કૃષિ, પશુપાલન, સહકાર, પંચાયત અને સમાજ કલ્યાણ વિભાગની યોજનાકીય માહિતી અને સહાય પણ પૂરી પાડવામાં આવી હતી.

આ ઉપરાંત વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગ પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વયવંદના અને સંકટ મોચન સહાયની કામગીરી, મફત હેલ્થ ચેકઅપ કેમ્પ અને નવા ઘરેલુ વીજ જોડાણ માટેની અરજીઓ વિના મૂલ્યે સ્વીકારવામાં આવી હતી.

એક જ છત નીચે તમામ વહીવટી સેવાઓ સરળતાથી મળી રહેતા ગ્રામજનોમાં સંતોષ અને ખુશીની લાગણી જોવા મળી હતી.

સંતરામપુર તાલુકા વહીવટી તંત્રની આ કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી.
📲Get App