🔥 TRENDING Shopkeeper Ashok Das Stabbed to Death... અંકલેશ્વર નજીક વનખાડીનું પાણી લાલ થતાં... फिरोजाबाद: सुभाष चौराहे पर रुपयों के व... ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુ.એસ. પ્રવાસ: વાઈબ્રન્ટ સમિટ 2027 માટે ન્યૂયોર્કમાં ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક
Business

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુ.એસ. પ્રવાસ: વાઈબ્રન્ટ સમિટ 2027 માટે ન્યૂયોર્કમાં ઉદ્યોગ અગ્રણીઓ સાથે બેઠક

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 Aug 2026, 11:22 AM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં કિન્ડ્રીલ, બ્લેકરોક અને હોલ્ટેક ઇન્ટરનેશનલના પ્રતિનિધિઓ સાથે વન-ટુ-વન બેઠક યોજીને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના પૂર્વાર્ધરૂપે તેમના યુ.એસ. પ્રવાસના પાંચમા દિવસે ન્યૂયોર્કમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠકો યોજી હતી. આ બેઠકોમાં આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવા ક્ષેત્રની અગ્રણી કંપની કિન્ડ્રીલના ગ્લોબલ હેડ ઓફ ડિલિવરી, એસેટ મેનેજમેન્ટ અને ઈટીએફ ક્ષેત્રની દિગ્ગજ કંપની બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર તેમજ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે ફ્યુઅલ સ્ટોરેજ સોલ્યુશન્સ પૂરી પાડતી હોલ્ટેક ઇન્ટરનેશનલના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આ બેઠકો દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં નેક્સ્ટ જનરેશન ઇન્વેસ્ટમેન્ટ માટે વિશ્વનું પસંદગીનું ડેસ્ટિનેશન બની રહ્યું છે. તેમણે રાજ્ય સરકારની ઈન્ડસ્ટ્રીયલ પોલિસી-2026 વિશે માહિતી આપતા જણાવ્યું કે, તેમાં સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સ સહિત ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટસને થ્રસ્ટ એરીયા તરીકે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ઉપસ્થિત ઉદ્યોગપતિઓને જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હતું. રાજ્યના વિકાસલક્ષી અભિગમ અને નવીનતમ નીતિઓને કારણે વૈશ્વિક રોકાણકારોમાં ગુજરાત પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
📲Get App