🔥 ट्रेंडिंग भारत में सरकारी स्कूलों की संख्या में... एलपीयू में बेकाबू बवाल: दुष्कर्म और छा... बिहार ने 165 करोड़ का बौद्ध केंद्र और... भारी हिमपात से Hemkund Sahib यात्रा नि... उत्तर प्रदेश में भारी वर्षा से 57 लोग... द पैराडाइस ने चौथे दिन की बॉक्स‑ऑफिस क...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં 'રાખી મેળા-2026'નો પ્રારંભ: ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે ઉદ્ઘાટન
स्थानीय

હિંમતનગરમાં 'રાખી મેળા-2026'નો પ્રારંભ: ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે ઉદ્ઘાટન

✍️ रिपोर्टर: Kharadi Dipak Kumar 🗓 20 अग. 2026, 03:32 PM 👁 51
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત રાખડી મેળામાં મહિલા સ્વસહાય જૂથોની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી.

હિંમતનગર ખાતે આજે દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત 'રાખી મેળા-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય વી.ડી. ઝાલાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યએ મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ રાખડીઓ અને હસ્તકલાના ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મહિલાઓની આત્મનિર્ભરતા તરફની આ પહેલને બિરદાવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી બિપીનભાઈ ઓઝા, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, સાબરકાંઠા મહિલા મોરચા પ્રભારી જીનલબેન પટેલ, કૌશલ્યા કુવરબા પરમાર, શહેર મહામંત્રી પરીક્ષિતભાઈ વખારીયા, મહિલા મોરચા પ્રમુખ કાજલબેન દોશી અને ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી સહિત વિવિધ સમિતિઓના ચેરમેન, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App