🔥 TRENDING अंबाला कैंट से दिल्ली जाने वाले नेशनल... उत्तर प्रदेश के रामपुर, मुरादाबाद और ब... Kanak News Odisha Reports on Odisha We... Cyclone Update: Kanak News Provides Li... Odisha Chief Secretary Monitors Cyclon... गुड़ली में नाली पर लोहे की जाली टूटने...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જામનગરમાં મનપાની ખાસ સભામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બિલ-2026ને મંજૂરી

✍️ Reporter: VIKRAM PATA 🗓 28 Oct 2026, 06:45 PM 👁 8
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરની મનપાની ખાસ સભામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલૉ-૨૦૨૬ને અધિકૃત રીતે મંજૂરી મળી.

જામનગર મહાનગરપાલિકાની મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને મળેલી ખાસ સામાન્ય સભામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલૉઝ-2026ને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

બેઠકમાં ડેપ્યુટી મેયર રાકેશ ડેર, કમિશનર દીપેશ કેડિયા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. નવા બાયલૉઝમાં ખુલ્લામાં કચરો નાખવાના સ્થળો નાબૂદ કરવા, ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવા, કચરાનું ચાર વિભાગમાં વર્ગીકરણ અને યોગ્ય નિકાલ જેવી જોગવાઈઓનો સમાવેશ થાય છે. બેઠકમાં પેન્શનરોના મૃત્યુ બાદ પેન્શનને લગતી ઉચ્ચક રકમ ચૂકવવા અને શહેરની શાળા નં. 2ના નવીનીકરણની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ હતી. વિપક્ષનાં જેનબબેન ખફીએ પાણીના મુદ્દે ચર્ચા કરવા દરખાસ્ત રજૂ કરી હતી, પરંતુ પૂરતી સહીઓ ન હોવાથી તે મંજૂર થઈ નહોતી અને ત્યારબાદ તેમણે વોકઆઉટ કર્યું હતું. બેઠક દરમિયાન દિવાળીના તહેવારોમાં કચરો

ઉપાડવા રાત્રે વધારાનાં વાહનો અને સ્ટાફની વ્યવસ્થા કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું.
📲Get App