🔥 TRENDING ਅਰਸ਼ਜੀਤ ਕੌਰ ਨੇ ਨੌਰਥ ਜ਼ੋਨ ਚੈਂਪੀਅਨਸ਼ਿਪ 'ਚ ਜ... राजीव गांधी वार्ड में शासकीय उचित मूल्... સાબરકાંઠા જિલ્લામાં ઇદાર-હિંમતનગર સ્ટે... Traffic Gridlock in Patel Nagar, Delhi BJP Core Group Meeting to Discuss Khar... Cyclone Arnab Threatens Bay of Bengal,...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કેશોદમાં સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલ-2026નું ઉદ્ઘાટન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Oct 2026, 09:42 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી માંગરોળ રોડ પર કે.ટી. ગ્રાઉન્ડમાં યોજાયેલ મેળામાં સ્થાનિક ઉત્પાદકો અને હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન આપવામાં આવ્યું..

26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી માંગરોળ રોડ પર આવેલા કે.ટી. ગ્રાઉન્ડ ખાતે કેશોદમાં સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલ-2026નું આયોજન ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન–ગાંધીનગર અને કેશોદ નગરપાલિકાના સંયુક્ત આયોજન હેઠળ કરવામાં આવ્યું.આ મેળાનો ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદકો, હસ્તકલા કારીગરો, સ્વસહાય જૂથો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપી સ્વદેશી ઉત્પાદનોને બજારમાં પહોંચાડવાનો છે..

કેન્દ્ર સરકારના ‘વોકલ ફોર લોકલ’ના વિચારને સાકાર કરવા માટે કેશોદ નગરપાલિકાના સ્વસહાય જૂથો, સ્થાનિક ઉત્પાદકો અને હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે.મેળાનું ઉદ્ઘાટન આજ રોજ કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન કેયૂરભાઈ દેવળિયા અને નગરપાલિકા ભાજપના હોદ્દેદારો તથા સંગઠનના હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. નગરપાલિકાના ચીફ ભરતભાઈ કાંધાણીની જણાવ્યા મુજબ કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ વિઠલાણી દ્વારા કરવામાં આવ્યું.મેળાનો સમય બપોરે 3 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી રહેશે.સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા તથા સ્વદેશી ઉત્પાદનોના વપરાશને વેગ આપવા માટે નાગરિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી ખરીદી કરવા અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવી છે.
📲Get App