🔥 ट्रेंडिंग देवघर में तीन साइबर ठगों को गिरफ्तार,... उत्तर प्रदेश में महर्षि वाल्मीकि जयंती... सालासर के बाला जी ने पेड़ से टकराई गाड... एन एम सी एच में अखिल भारतीय लैब टेक्नि... जालंधर पुलिस ने हत्या के संदिग्ध को गि... भाजपा ने अजय हत्याकांड में इंसाफ की मा...
25 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય એકતા દિવસ – 2026’, ગાંધીનગર સચિવાલય ખાતેથી ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું પ્રસ્થાન; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતા નગર માટે ફ્લેગ ઓફ કરાવી...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 25 अक्टू. 2026, 04:45 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
‘રાષ્ટ્રીય એકતા દિવસ – 2026’, ગાંધીનગર સચિવાલય ખાતેથી ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું પ્રસ્થાન; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી–એકતા નગર માટે ફ્લેગ ઓફ કરાવી...

લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, દિલ્હી, યુપી, રાજસ્થાન સહિત વિવિધ રાજ્યો અને CAPFના બાઇકર્સ સહભાગી થયા; રૂટ પર વિવિધ સ્થળોએ જનજાગૃતિ અને નશામુક્તિના સંકલ્પ કાર્યક્રમો થકી યુવાનોને નશાથી દૂર રહેવા નાગરિકોને પ્રેરિત કર્યા...

‘ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ’ના સંદેશ સાથે દેશભરમાંથી આવેલી વિવિધ ટીમો આજે કેવડિયા પહોંચશે: રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક

"Say No to Drugs, Say Yes to Life"ના મંત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં જવાનો ઉપસ્થિત રહ્યા...
📲Get App