🔥 ट्रेंडिंग ਦਹਿਸ਼ਤ ਮਾਰੇ ਘਰਾਂ 'ਚੋਂ ਬਾਹਰ ਭੱਜੇ ਲੋਕ સુરેન્દ્રનગર કલેકટર જી.એચ. સોલંકીની રા... एसआईआर विरोध प्रदर्शनों पर डिमक फँसा,... હરણગામ ગ્રામજનો દ્વારા સરકારી ગ્રાન્ટન... कर्नाटक ने बीएमआरडीए क्षेत्रों के लिए... कोटा में RTU के 2,000 छात्रों को 1.5 क...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

વડોદરાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'ખેલ મહાકુંભ-2026'નો કરાવ્યો શુભારંભ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 10 अक्टू. 2026, 07:58 AM 👁 15
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યભરમાં રમતગમત ક્ષેત્રે ઉત્સાહનો સંચાર કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતેથી 'ખેલ મહાકુંભ-2026'નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે 'ખેલ મહાકુંભ-2025'ના વિજેતાઓને સન્માનિત પણ કરાયા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 'ખેલ મહાકુંભ-2026'નો વડોદરા ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે 'ખેલ મહાકુંભ-2025'માં શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાઓ, મહાનગરપાલિકાઓ અને જિલ્લાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 25 વર્ષમાં ગુજરાત અને દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવી રહ્યા છે. તાજેતરની કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓની સિદ્ધિઓ પ્રશંસનીય છે.

મુખ્યમંત્રીશ્રીએ ખેલ મહાકુંભને ખેલાડીઓની પ્રતિભાને ઉજાગર કરવા માટેનું એક ઉત્તમ મંચ ગણાવ્યું હતું અને રાજ્યમાં વિકસેલી આધુનિક સ્પોર્ટ્સ સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ખેલ મહાકુંભ 2026 માટે આશરે 76 લાખ રજિસ્ટ્રેશન થયા છે, જે ગૌરવની વાત છે. ઓલિમ્પિક 2036ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને યુવાનોને પોતાની રમતગમતની પ્રતિભા વિકસાવવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
📲Get App