🔥 ट्रेंडिंग सरस्वती साइकिल योजना से छत्तीसगढ़ की ल... फर्रुखाबाद के भुवनपुर में नव विवाहिता... ਫਾਜ਼ਿਲਕਾ ''ਚ ਵੱਡੀ ਵਾਰਦਾਤ बेगूसराय में पुलिस की छापेमारी: चार हथ... उज्जैन में सर्वपितृ अमावस्या पर दुर्लभ... अयोध्या की ग्रामीण महिलाओं ने सोलर ऊर्...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 'ખેલ મહાકુંભ-2026'નો વડોદરા ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 10 अक्टू. 2026, 09:39 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 'ખેલ મહાકુંભ-2026'નો વડોદરા ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે 'ખેલ મહાકુંભ-2025'માં વિજેતા શ્રેષ્ઠ શાળાઓ, શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓ તથા શ્રેષ્ઠ જિલ્લાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી છેલ્લા 25 વર્ષમાં ગુજરાત અને દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં અનેક બદલાવો આવ્યા છે અને ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે. તેમણે તાજેતરની કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવી, ખેલ મહાકુંભને ખેલાડીઓને તેમની પ્રતિભા ઝળકાવવાનું ઉત્તમ મંચ ગણાવતાં તેમણે રાજ્યમાં વિકસેલી આધુનિક સ્પોર્ટ્સ સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખેલ મહાકુંભ 2026માં આશરે 76 લાખ રજિસ્ટ્રેશન થયાં હોવાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ ગૌરવની લાગણી વ્યક્ત કરી, ઓલિમ્પિક 2036ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને યુવાનોને પોતાની રમતગમતની પ્રતિભા વિકસાવવા પ્રેરિત કર્યા હતા અને મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
📲Get App