🔥 TRENDING Supreme Court orders Bihar, Jharkhand... Jharkhand High Court orders state to r... Jharkhand Government Announces Strict... ਸਾਡੇ ਵਿਰਸੇ ਦੀ ਸਪਾਟੇ ਡੰਡ ਕੱਢਣ ਦੀ ਪ੍ਰਕਿਰ... Kerala student’s free‑ticket request l... Kerala launches AI-powered dengue earl...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-2026નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો..
Education

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-2026નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 11:45 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર-સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત સ્પર્ધાનો હેતુ યુવાશક્તિમાં સંસ્કૃતિ પ્રત્યે આદર જગાવી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો છે..

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર-સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-2026નો શિક્ષણ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો..

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત @ 2047 અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં યુવાશક્તિની નિર્ણાયક ભૂમિકા રહેવાની છે. તેમણે ઉમેર્યું કે આ સ્પર્ધા માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ યુવાશક્તિમાં સંસ્કૃતિ પ્રત્યે આદર જગાવીને ચરિત્ર્ય નિર્માણ તથા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટેનું એક સક્ષમ પ્લેટફોર્મ છે.મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું હતું કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાધનમાં જ્ઞાનની સાથે શ્રેષ્ઠ ચારિત્ર્ય,વિનય,વિવેક,સુશીલતા અને સંસ્કાર સિંચન એ આપણી જવાબદારી છે અને વર્તમાન સમયની માંગ પણ છે.તેમણે વડાપ્રધાનશ્રીના ખેલકુદ અને સ્વાસ્થ્ય તરફ વળવા તથા નશામૂક્ત ભારત બનાવવાના આહવાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આવી વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા વૈચારિક સંસ્કૃતિ અને આત્મવિશ્વાસના સિંચન માટે પ્રેરણા મળે છે.
📲Get App