🔥 TRENDING डबरा में संदिग्ध खाद के गोदाम पर छापा,... Punjab's Leading Agencies Convene at T... Assam CM Meets Four Communities in Dib... Assam Police Arrest 89 Suspected Fake... नारायण प्रजापति ने नागौर से टोंक, सवाई... Shakur Basti Railway Yard: A Major Sou...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાષ્ટ્રીય એકતા દિવસ-2026ની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, 145થી વધુ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 28 Oct 2026, 07:08 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આગામી 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસ-2026ના કાર્યક્રમોના સુચારુ આયોજનને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં એકતાનગરના સહકાર ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી નર્મદા જિલ્લામાં ફરજ પર નિયુક્ત થયેલા 145થી વધુ અધિક કલેક્ટરશ્રીઓ, નાયબ કલેક્ટરશ્રીઓ અને મામલતદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન, વિભાગો વચ્ચે સંકલન અને સોંપવામાં આવેલી જવાબદારીઓના અસરકારક અમલીકરણ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉંધાડ, નાંદોદ પ્રાંત અધિકારી પરસનજીત કૌર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App