स्थानीय
સાબરકાંઠાના હિંમતનગરમાં શ્રી ઉમિયા પરિવાર દ્વારા આયોજિત 'સ્નેહમિલન 2026' માં 14 ગોળના નેતાઓ અને સમાજના પરિવારોની હાજરી..
હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે શ્રી ઉમિયા પરિવાર સંચાલિત કડવા પાટીદાર સમાજ દ્વારા 2026નું સંયુક્ત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં 14 ગોળના પ્રમુખો, મંત્રીઓ અને સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા..
સાબરકાંઠાના-:
હિંમતનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે શ્રી ઉમિયા પરિવાર સંચાલિત કડવા પાટીદાર સમાજ દ્વારા 2026નું સંયુક્ત સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં હિંમતનગરમાં વસવાટ કરતા 14 ગોળના પ્રમુખો, મંત્રીઓ, કારોબારી સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા. મુખ્ય હેતુ સમાજમાં એકતા,સંગઠન અને સામાજિક ઉત્થાનને મજબૂત બનાવવાનું હતું.વિવિધ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં ગોળ પ્રથા દૂર કરીને 14 ગોળની અલગ-અલગ વ્યવસ્થાઓને એક મંચ પર લાવવાનો ભાર મૂકાયો..
નેતાઓએ દીકરા-દીકરીઓના લગ્નસંબંધો સમાજમાં જ રહે, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પરસ્પર સહયોગ વધે અને જરૂરિયાતમંદ પરિવારોને સમાજનો સહારો મળી રહે તેવા માર્ગદર્શન આપ્યા.સમાજના ડોક્ટરો,એન્જિનિયરો અને સફળ ઉદ્યોગપતિઓએ પોતાના અનુભવ અને જ્ઞાન યુવા પેઢીને આપવાની ભાવના વ્યક્ત કરી. યુવાધનને વ્યસનોથી દૂર રહીને શિક્ષણ અને કારકિર્દી તરફ આગળ વધવા, સામાજિક પ્રસંગો ઓછા ખર્ચે યોજવા અને પ્લાસ્ટિક‑કાગળનો ઉપયોગ ટાળી પર્યાવરણમૈત્રી આયોજન કરવા માટે સંદેશ આપવામાં આવ્યો.1985થી કડવા પાટીદાર સમાજમાં એકતા સ્થાપિત કરવા અને ગોળ પ્રથા દૂર કરવા પ્રયાસો ચાલી રહ્યા છે. હવે હિંમતનગર બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં તમામ કડવા પાટીદાર પરિવારોને એક મંચ પર લાવી સંયુક્ત સ્નેહમિલન યોજવાની દિશામાં પગલાં લેવા માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.