🔥 ट्रेंडिंग વાપીમાં ૧૫૦ બેડની નવી સબ-ડિસ્ટ્રીક્ટ હ... संत नगर में गुरुकृपा एसोसीएटस पर माँ ल... અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે SD Pay એપ દ... एमपी पावर मैनेजमेंट के चेयरमैन गढ़पाले... बहादुरगढ़ सब्जी मंडी में विनोद कौशिक क... 350 घन मीटर अवैध रेत भण्डारण का किया ग...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઉનાના દેલવાડામાં 20થી 25 કરોડના કથિત નાણાકીય કૌભાંડનો મામલો ગરમાયો

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 04 नव. 2026, 12:12 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બંટી-બબલી’ સામે કાર્યવાહી માટે ઉના પોલીસ સ્ટેશનનો ઘેરાવ, મોટી સંખ્યામાં ખાતાધારકો રસ્તા પર ઉતર્યા રાજલ બારોટ અને અલ્પેશ બાંભણિયાની આગેવાનીમાં મહિલાઓ સહિત લોકોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી

બ્રેક ઉના

ઉનાના દેલવાડામાં 20થી 25 કરોડના કથિત નાણાકીય કૌભાંડનો મામલો ગરમાયો

‘બંટી-બબલી’ સામે કાર્યવાહી માટે ઉના પોલીસ સ્ટેશનનો ઘેરાવ, મોટી સંખ્યામાં ખાતાધારકો રસ્તા પર ઉતર્યા

રાજલ બારોટ અને અલ્પેશ બાંભણિયાની આગેવાનીમાં મહિલાઓ સહિત લોકોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી


ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામે અંદાજે 20થી 25 કરોડ રૂપિયાના કથિત નાણાકીય કૌભાંડનો મામલો સામે આવતાં ભારે ચકચાર મચી છે. સહકારી બેંકના સંચાલન સાથે સંકળાયેલા હોવાનું જણાવાતા બંટી ઉર્ફે દિનેશ રાઠોડ અને બબલી ઉર્ફે મનીષાબેન ચંદ્રકાંત પંડ્યા સામે ખાતાધારકોના કરોડો રૂપિયા લઈને ગાયબ થઈ ગયાની ફરિયાદો ઉઠી છે.

આ મામલે ઉના નગરપાલિકાના સભ્ય અને જાણીતા ગાયિકા રાજલ બારોટ તેમજ કોળી યુવા સંગઠનના પ્રમુખ અલ્પેશ બાંભણિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ખાતાધારકો ઉના પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરી હતી. લોકોએ આરોપીઓ સામે તાત્કાલિક ફરિયાદ નોંધી ધરપકડ કરવા તેમજ ખાતાધારકોના મહેનતના નાણાં પરત અપાવવાની માંગ કરી હતી.


મળતી વિગતો મુજબ, દેલવાડા ગામે મનીષાબેન ચંદ્રકાંત પંડ્યા ઉર્ફે બબલી અને તેમના સાથી દિનેશ રાઠોડ ઉર્ફે બંટી દ્વારા સહકારી બેંકનું સંચાલન કરવામાં આવતું હતું. આ બેંકમાં ઉના, દેલવાડા, નવાબંદર અને ધોધલા સહિતના વિસ્તારોના અનેક લોકોનાં ખાતાં હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ, મનીષાબેન પંડ્યા વર્ષ 2024 અને 2025 દરમિયાન દેલવાડા પોસ્ટ ઓફિસમાં એજન્ટ તરીકે પણ કામગીરી કરતાં હતાં. આ દરમિયાન પોસ્ટ ઓફિસના ખાતાધારકોના નાણાં પણ ગેરરીતિથી ઉપાડી લેવામાં આવ્યા હોવાની ફરિયાદો સામે આવી છે.

બેંક અને પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલા ખાતાધારકોના નાણાં પરત ન મળતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે. અંદાજે 20થી 25 કરોડ રૂપિયાની રકમના કથિત કૌભાંડની ચર્ચા વચ્ચે આજે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

ઉના નગરપાલિકાના સભ્ય અને ગાયિકા રાજલ બારોટ તેમજ કોળી યુવા સંગઠનના પ્રમુખ અલ્પેશ બાંભણિયાએ ખાતાધારકો સાથે ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સાથે ઉના પોલીસ સ્ટેશન પહોંચી ઘેરાવ કર્યો હતો.

આ દરમિયાન ભોગ બનનાર ખાતાધારકોએ પોતાની વ્યથા રજૂ કરી હતી અને બંટી-બબલી સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી તેમની મિલકતોની તપાસ કરી ખાતાધારકોના નાણાં પરત અપાવવા માંગ ઉઠાવી હતી.

સમગ્ર મામલે પોલીસે બંટી ઉર્ફે દિનેશ રાઠોડ, બબલી ઉર્ફે મનીષાબેન ચંદ્રકાંત પંડ્યા તેમજ આ કથિત કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો સામે ફરિયાદ નોંધવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
📲Get App