🔥 TRENDING తణుకు మార్కెట్లో ఆకుకూరల ధరలు ఆకాశాన్న... स्लोगन -मैनपुरी में मिशन शक्ति 6.0 के... शहीद गोपालनगर में सरपंच पद की उम्मीदवा... తణుకు మున్సిపాలిటీ: 24 వార్డుల నుంచి 4... સુરતમાં મહિલાના ગળા પર ચપ્પુ અને માથે... తణుకు మున్సిపల్ ఎన్నికలు: ఆర్థికంగా బల...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત ગ્રામ્ય: કામરેજ નજીક એક્સપ્રેસ હાઈવે પરથી 20 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 Oct 2026, 11:36 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યવાહી કરી. એક્સપ્રેસ હાઈવે પરથી 20 લાખથી વધુના વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો છે, જ્યારે ત્રણ અન્ય વોન્ટેડ જાહેર કરાયા છે.

ગુજરાતના પોલીસ વડા જી.એસ. મલિકની સૂચના બાદ ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમો સક્રિય બની છે. આ કાર્યવાહીના ભાગરૂપે, SMCની ટીમે સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે.

પોલીસ ઈન્સ્પેક્ટર એમ.કે. માલવીયાના માર્ગદર્શન હેઠળ SMCની ટીમે કામરેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા એક્સપ્રેસ હાઈવે નંબર 4 પર, દિગસ ગામ પાસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, પોલીસે ચાંદઅલી ઉર્ફે ચાંદબાબુ શેખ નામના આરોપીને 20,61,120 રૂપિયાની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બીયરની 174 પેટીઓ (6,144 બોટલો) સાથે ઝડપી પાડ્યો.

પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલ વાહન, મોબાઈલ અને રોકડ સહિત કુલ 28,66,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે વસીમ બસીર શેખ, સચીન ઠાકરે અને તેનો એક અન્ય સાગરીત આ દારૂની હેરાફેરીમાં સામેલ હતા, જેઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવા માટે તપાસ ચાલુ છે.

પકડાયેલા આરોપી ચાંદઅલી ઉર્ફે ચાંદબાબુ શેખની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની તપાસ પોલીસે હાથ ધરી છે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પણ ચક્રોવાત ગતિએ તપાસ ચાલી રહી છે.
📲Get App