🔥 TRENDING Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના સચાણા પે સેન્ટર શાળામાં રૂ. 20 લાખના ખર્ચે બે સ્માર્ટ ક્લાસરૂમ અને બે ટોયલેટ બ્લોકનું લોકાર્પણ કરવામા આવ્યુ

✍️ Reporter: Gilani Asikali 🗓 27 Sep 2026, 02:54 PM 👁 93
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાની સચાણા પે સેન્ટર શાળામાં રાઉન્ડ ટેબલ 40 અને લેડીઝ સર્કલ 64ના સહયોગથી બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવેલા બે આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ તથા બે ટોયલેટ બ્લોકનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળકોના શિક્ષણ અને શાળાના સર્વાંગી વિકાસ માટે આશરે રૂ.20 લાખની માતબર રકમના ખર્ચે આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ સમગ્ર પ્રોજેક્ટને સાકાર કરવામાં કુમાર શાળા નંબર એક, વિરમગામના પે સેન્ટર આચાર્ય શ્રી દીપકભાઈ ઈશ્વરભાઈ પરમારના અવિરત પ્રયાસો અને સંકલનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.તેમના પ્રયાસોથી NGO તથા રાઉન્ડ ટેબલ પરિવારનો સહયોગ પ્રાપ્ત થતાં સચાણા પે સેન્ટર શાળાને આધુનિક શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થઈ છે.મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિતિ
આ પ્રસંગે ઇન્કમટેક્સ કમિશનર શ્રી વી.આર. નંદકુમાર સાહેબ ચીફ ગેસ્ટ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે ઉપસ્થિત બાળકો સાથે અંગ્રેજી ભાષામાં સંવાદ કરી તેમને શિક્ષણએ ભવિષ્યના ઘડતર અંગે ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે રાઉન્ડ ટેબલ 40ના ચેરમેન શ્રી અનીશભાઈ ચૌધરી,એરિયા 11,ગુજરાતના ચેરમેન શ્રી અનિકેત અગ્રવાલ,શ્રી સુચિત દાંડિયા,સેક્રેટરી શ્રીમતી આકાંક્ષા અગ્રવાલ સહિત રાઉન્ડ ટેબલ 40 અને લેડીઝ સર્કલ 64ની સમગ્ર ટીમ તથા હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રાઉન્ડ ટેબલ 40 તથા લેડીઝ સર્કલ 64ની ટીમ
આ સેવા કાર્યમાં જોડાયેલા રાઉન્ડ ટેબલ પરિવારના સભ્યોમાં માનસી મોદી,ભાવિ પટેલ,પરાગી મહેતા,નિશા શરાફ તથા શ્રીમતી પલક ગર્ગ સહિત ટીમના સભ્યોની ઉપસ્થિતિ રહી હતી.ગ્રામજનો અને શાળા પરિવારની ઉત્સાહભેર ઉપસ્થિતિ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી ભરતભાઈ ભરવાડ,SMC અધ્યક્ષ તથા હોદ્દેદારો,શ્રી લક્ષમણભાઈ પરમાર કરકથલ શિક્ષક ગ્રામજનો,વાલીઓ અને શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે રજાનો દિવસ હોવા છતાં શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા અને સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવી દીધો.આ પ્રસંગે શાળાના ઉત્સાહી અને કર્મનિષ્ઠ શિક્ષિકા બહેન રૂપમબાલાને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાથે સાથે,સચાણા પે સેન્ટર શાળાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી NGO તથા રાઉન્ડ ટેબલ પરિવારનો સહયોગ પ્રાપ્ત કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શ્રી દીપકભાઈ ઈશ્વરભાઈ પરમારનું પણ સન્માનપત્ર અર્પણ કરી તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન શાળાના આચાર્ય શ્રી દશરથભાઈ લક્ષ્મણભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.શાળાના સમગ્ર સ્ટાફ પરિવારની અથાગ મહેનત, બાળકોનો ઉત્સાહ, ગ્રામજનોનો સહકાર તથા ઉપસ્થિત મહાનુભાવોના માર્ગદર્શન અને સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત સૌએ જણાવ્યું હતું કે સ્માર્ટ ક્લાસરૂમ જેવી આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાયુક્ત અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.બે નવા ટોયલેટ બ્લોકના નિર્માણથી વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા અને સુવિધામાં પણ નોંધપાત્ર વધારો થશે.
બાળકોના શિક્ષણ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સેવા સચાણા પે સેન્ટર શાળાના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App