🔥 TRENDING APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R... Calangute children raise flag to prote... Girish Criticises AAP, Claims BJP Caus...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વાગરા: વિલાયતના 20 તેજસ્વી વિદ્યાર્થીઓને ન્યુબિલન્ટ પ્રતિભા પુરસ્કાર 2026 ની ભેટ, ડિજિટલ શિક્ષણથી ઘડાશે ઉજ્જવળ ભવિષ્ય..

વાગરા: વિલાયતના 20 તેજસ્વી વિદ્યાર્થીઓને ન્યુબિલન્ટ પ્રતિભા પુરસ્કાર 2026 ની ભેટ, ડિજિટલ શિક્ષણથી ઘડાશે ઉજ્જવળ ભવિષ્ય..

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 05 Sep 2026, 03:44 PM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરા: વિલાયતના 20 તેજસ્વી વિદ્યાર્થીઓને ન્યુબિલન્ટ પ્રતિભા પુરસ્કાર 2026 ની ભેટ, ડિજિટલ શિક્ષણથી ઘડાશે ઉજ્જવળ ભવિષ્ય..

વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા વધારવા, ડિજિટલ શિક્ષણને વેગ આપવા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ભવિષ્યની શૈક્ષણિક સફર માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન અને જુબિલન્ટ ઇન્ગ્રેવિયા લિમિટેડ, વિલાયત દ્વારા જુબિલન્ટ પ્રતિભા પુરસ્કાર 2026 પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતી આ પહેલને સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પગલું માનવામાં આવી રહ્યું છે. આ પહેલ હેઠળ ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિલાયત વિસ્તારની ચાર શાળાઓ, પ્રાથમિક શાળા રુહાડ, પ્રાથમિક શાળા અરગામા, પ્રાથમિક શાળા વોરાસમની અને પ્રાથમિક શાળા ભેરસમના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાંથી શૈક્ષણિક ક્ષમતા અને પ્રતિભાના આધારે કુલ 20 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
પસંદગી પામેલા દરેક વિદ્યાર્થીને માઈન્ડસ્પાર્કથી સજ્જ લેનોવો ટેબ્લેટ અર્પણ કરવામાં આવ્યું હતું. માઈન્ડસ્પાર્ક AI આધારિત અનુકૂલનશીલ શિક્ષણ પ્લેટફોર્મ છે, જે વિદ્યાર્થીઓની વ્યક્તિગત શૈક્ષણિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણનો અનુભવ પૂરો પાડે છે. આ ડિજિટલ માધ્યમ વિદ્યાર્થીઓને વિષયોની વધુ સારી સમજ વિકસાવવામાં, જ્ઞાન વધારવામાં તેમજ શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવામાં મદદરૂપ બનશે.

ખાસ વાત એ છે કે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને આગામી ત્રણ વર્ષ સુધી આ પહેલનો લાભ મળવાનો છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને આ પહેલની અસરનું મૂલ્યાંકન કરવા માટે પૂર્વ-મૂલ્યાંકન અને પોસ્ટ-મૂલ્યાંકન પણ હાથ ધરવામાં આવશે. આ રીતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને માત્ર પ્રોત્સાહન જ નહીં પરંતુ સમયાંતરે તેની અસરનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન પણ કરવામાં આવશે. કાર્યક્રમમાં જુબિલન્ટ ઇન્ગ્રેવિયા લિમિટેડના સાઇટ હેડ (વિલાયત) ગુરીશ ખોસલા ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે ડિજિટલ શિક્ષણ દ્વારા મળતી તકોનો મહત્તમ ઉપયોગ કરી શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા માટે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને મળેલી આ સુવિધાનો સદુપયોગ કરીને પોતાના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે શ્રી ધરમ પંડ્યા (પી.એમ. હેડ) અને ઇન્દર શર્મા (એડમિન એન્ડ સિક્યોરિટી હેડ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની આગામી શૈક્ષણિક સફર માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ સમગ્ર પહેલના આયોજન અને સંકલનમાં અજય દત્તો (CSR હેડ), ધ્વનિ અરોરા, મુહાફિકે દેસાઈ અને મુરકાન રાજ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ જુબિલન્ટ ભારતીયા ફાઉન્ડેશનની ટીમના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આ સાથે આગામી શિક્ષક દિવસને ધ્યાનમાં રાખીને જુબિલન્ટ ભારતીયા ફાઉન્ડેશન દ્વારા શિક્ષકોના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે વિશેષ ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકો વિદ્યાર્થીઓના જીવનમાં માત્ર જ્ઞાન આપનાર વ્યક્તિ નથી, પરંતુ જવાબદાર, જ્ઞાનવાન, સંસ્કારી અને આત્મવિશ્વાસુ નાગરિકોના ઘડતર માટે મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેમના સતત સમર્પણ પર પ્રકાશ પાડતું સંક્ષિપ્ત ભાષણ આપવામાં આવ્યું હતું. ઉજવણીને યાદગાર બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ભાષણો તથા પ્રશંસા પ્રવૃત્તિઓના માધ્યમથી પોતાના શિક્ષકો પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. શિક્ષકોના સમર્પણ, પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓના શિક્ષણ તથા સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા સતત પ્રયાસોની કદરરૂપે તેમને ભેટ અને માન્યતા પ્રમાણપત્રો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી શિક્ષકોમાં પણ આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

સમગ્ર કાર્યક્રમનો અંત આભારવિધિ સાથે થયો હતો. શિક્ષકો, વિદ્યાર્થીઓ, શાળાના આચાર્યો, શિક્ષકો અને તમામ હિતધારકોના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એક તરફ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અત્યાધુનિક ડિજિટલ શિક્ષણની તક પૂરી પાડીને તેમના ભવિષ્યને મજબૂતબનાવવાનો પ્રયાસ અને બીજી તરફ શિક્ષકોના યોગદાનને સન્માન આપતી આ પહેલ જુબિલન્ટ ભારતીયા ફાઉન્ડેશનની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સુંદર ઉદાહરણ બની રહી છે.
📲Get App