🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
*2 મહિના પહેલા બળજબરીથી સ્માર્ટ મીટર લગાવાતા હતા ત્યારે પિયુષ પરમાર પ્રજાના પડખે ઊભા રહ્યા હતા, એ મુદ્દે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી: પ્રવીણ રામ AAP*

*2 મહિના પહેલા બળજબરીથી સ્માર્ટ મીટર લગાવાતા હતા ત્યારે પિયુષ પરમાર પ્રજાના પડખે ઊભા રહ્યા હતા, એ મુદ્દે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી: પ્રવીણ રામ AAP*

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 Aug 2026, 06:12 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 08/08/2026

*માંગરોળ ધારાસભ્ય અને ખેડૂતો વચ્ચેના વિવાદમાં AAP ખેડૂત નેતા પિયુષ પરમાર પર ખોટી FIR દાખલ*

*2 મહિના પહેલા બળજબરીથી સ્માર્ટ મીટર લગાવાતા હતા ત્યારે પિયુષ પરમાર પ્રજાના પડખે ઊભા રહ્યા હતા, એ મુદ્દે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી: પ્રવીણ રામ AAP*

*અધિકારીઓ બે મહિનાથી કામમાં હતા કે પછી હવે ભાજપના નેતાનો ફોન આવ્યો એટલા માટે ફરિયાદ કરવી પડી છે?: પ્રવીણ રામ AAP*

*જો સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે લોકોની પડખે ઊભું રહેવું એ કોઈ ગુનો બનતો હોય તો અમે બધા એ ગુનો કરવા માટે તૈયાર છીએ: પ્રવીણ રામ AAP*

*ભાજપને અને ભાજપના નેતાઓને જણાવવા માંગીએ છીએ કે પિયુષ પરમાર કે અમે કોઈ આવી ખોટી ફરિયાદોથી ડરવાના નથી: પ્રવીણ રામ AAP*

*અમદાવાદ/જુનાગઢ/રાજકોટ/ગુજરાત*

આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા માળિયા અને માંગરોળના ભાજપના ધારાસભ્યે ખેડૂતોને જાહેરમાં ગાળો બોલી એ ઘટનામાં ખેડૂતોની પડખે ઊભા રહેનાર આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પિયુષ પરમાર પર આજે એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ પણ ખૂબ જ મજાની છે કારણ કે બે મહિના પહેલા એમના વિસ્તારમાં બળજબરીથી સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે પિયુષ પરમાર પ્રજાના પડખે ઊભા રહ્યા હતા. તો એ મુદ્દાને લઈને જીઈબીના અધિકારીઓએ બે મહિના પછી હવે ફરિયાદ દાખલ કરી છે. લેટ ફરિયાદ કરવાનું એમણે કારણે એ જણાવ્યું કે “તેઓ કામમાં હતા માટે લેટ ફરિયાદ કરવામાં આવી છે.” અમારો સવાલ છે કે હકીકતમાં બે મહિનાથી કામ હતું કે પછી હવે ભાજપના નેતાનો ફોન આવ્યો એટલા માટે ફરિયાદ કરવી પડી છે? અધિકારીઓની મજબૂરી અમે સમજી શકીએ છીએ.

વધુમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, જોવાની વાત એ છે કે ખેડૂતોને ગાળો આપ્યા પછી ખેડૂતોની માફી માંગવી જોઈએ એની જગ્યાએ ભાજપના નેતાઓ ગાજી રહ્યા છે. પિયુષ પરમાર ખેડૂતોની પડખે ઊભા રહ્યા એટલા માટે કઈ રીતે એમના પર પોલીસ ફરિયાદ કરવી એના પ્રયત્નો થઈ રહ્યા છે. ભાજપને અને ભાજપના નેતાઓને જણાવવા માંગીએ છીએ કે પિયુષ પરમાર કે અમે કોઈ આવી ખોટી ફરિયાદોથી ડરવાના નથી. પિયુષ પરમારની સાથે ગુજરાતના લોકો અને આમ આદમી પાર્ટી ઉભી છે અને અમે એમના માટે લડત લડીશું. તમારે જેટલી ફરિયાદ કરવી હોય એટલી ફરિયાદ કરી લો. જો સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે લોકોની પડખે ઊભું રહેવું એ કોઈ ગુનો બનતો હોય તો અમે બધા એ ગુનો કરવા માટે તૈયાર છીએ, તો તમારે જેટલી ફરિયાદ કરવી હોય એટલી કરી લો અમે ડરવાના નથી.
📲Get App