अपराध
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ચાવી લાગેલા વાહનો ચોરતી ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા, 8 ટુ-વ્હીલર કબજે
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વાહન ચોરી કરતી એક ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 8 ટુ-વ્હીલર વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વાહન ચોરી કરતી એક સક્રિય ગેંગના બે સાગરીતોને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે. આ ગેંગ ચાવી લાગેલા વાહનોને નિશાન બનાવતી હતી. પોલીસે તેમની પાસેથી કુલ 8 ટુ-વ્હીલર વાહનો કબજે કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગેંગ આજી ડેમ અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહનો ચોરી કરતી હતી. આરોપીઓ દેવું ચૂકવવા માટે ચાની હોટેલો અને ગલ્લાઓ પાસેથી ચાવી લાગેલા વાહનો ચોરી કરવાનો શોર્ટકટ અપનાવતા હતા.
આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે ભાવનગરનો રહેવાસી હસમુખ નિમાવત આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. તે ચોરેલા વાહનો બોટાદ ખાતે રહેતા તેના સાગરીત કુલદીપ સિંધવને સસ્તા ભાવે વેચી દેતો હતો. આ બંને આરોપીઓ વાહનોની નંબર પ્લેટ બદલી નાખી અને દસ્તાવેજો વગર વાહનોને સગેવગે કરી દેતા હતા.